પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૧૯

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કવિત

છંદ : કવિત

બંધારણ:

  • ચાર ચરણ
  • પ્રત્યેક ચરણ માં ૧૬, ૧૫ ના વિરામ થકી ૩૧ અક્ષરો
  • પ્રત્યેક ચરણની અંતમાં ગુરૂ વર્ણ હોવો જોઈએ
  • યતિ : ૮, ૮, ૮ અને ૭ મા અક્ષરે

ઉદાહરણ :

અંબાડી ઉપાડી છે કે પેચદાર પાઘડી છે,
ખેસ છેડા લટકે કે ઘંટ સુધડાઈ છે;
નાક લાંબુ નવ વેંત છે કે સુંઢ સુંદર છે;
દંતુસર છે કે ડાઢો બાહાર દેખાઈ છે,
ચોખા કંકુ ચાંદલો કે શોભે છે સીંદૂર ભાલ,
પાછળ છે પુંછડું કે કાછડી વળાઈ છે;
દાખે દલપતરામ દેખો દુનીઆના લોકો,
હાથી હુલકરનો કે આતો હાથીભાઈ છે.