આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શિખરિણી
છંદ : શિખરિણી
અક્ષર : ૧૭
બંધારણ : ય - મ - ન - સ - ભ - લ - ગા
યતિ : ૬ અને ૧૭ મે અક્ષરે
ઉદાહરણ :
ય | મ | ન | સ | ભ | લ | ગા |
---|---|---|---|---|---|---|
ત મે તો | આ પ્યું છે | દ સ વ | ર સ ના | દુઃ ખ જ | મ | ને |
ઉદાહરણ :
પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણા
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
-( પ્રભો અંતર્યામી - નાનાલાલ)