આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૪૬ ]

છતાં સામાન્યદ્રષ્ટિથી જોતાં તેમાંના સિદ્ધાંતોથી સૂફીવાદ ભિન્ન તત્ત્વ સ્વીકારનારો છે, એ નિ:સંશય છે. જીવાત્મા અને પરમાત્માનો ભેદ ઇસ્લામી મઝહબમાં ખુલ્લો છે અને સૂફીવાદ તો અદ્વૈતવાદી છે. કેટલાક વિવેચકો એવું પણ માને છે કે સૂફીવાદનું મૂળ આર્યોનાં ઉપનિષદો ઉપરથી લેવામાં આવ્યું છે અને એ માનવું કંઈક કઠિન છતાં બેલાશક સંભવિત છે.

સૂફીવાદ જે ધર્મતત્ત્વો માને છે, તેનું પ્રાપાતિક અવલોકન કરતાં, દરેક પ્રજામાં જુદે જુદે વખતે સૂફીવાદના સિદ્ધાંતો પ્રકારાન્તરે દાખલ થયેલા છે, તે જોઈ શકાશે. ગ્રીક પ્રજામાં સૂફીવાદના સિદ્ધાંતોને મળતા જ વિચારો પ્લૅટાના કાળમાં પ્રચલિત થયેલા. રોમન પ્રજામાં પણ એ સિદ્ધાંતો બહુ પરિચિત થયેલા; સૂફીવાદનું રહસ્ય સમજાવનાર ભક્ત મહાત્મા મૌલાના જલાલુદ્દીન મહમ્મદ સાહેબ ઘણો કાળ રોમમાં રહેલા અને 'રૂમી' ના ઉપનામથી જ પ્રસિદ્ધ છે. સૂફીવાદનો પૂર્વભાગ ભારતવર્ષમાં વિષ્ણુવસંપ્રદાયની પ્રેમભક્તિદ્વારા, બંગભૂમિમાં થયેલા ભક્ત મહાત્મા ગૌરાંગપ્રભુની ઉપાસનાદ્વારા અને એમ અનેક રીતે પ્રવર્તેલો છે અને પ્રવર્તમાન છે અને તેનો ઉત્તર ભાગ વેદાન્તના ગૂઢ સિદ્ધાંતોના અનુસરણમાં સ્પષ્ટ છે. આપણું ગુજરાતી ભાષામાં પણ નરસિંહ મહેતા, ધીરો, અખો, છોટમ, પ્રીતમ વગેરેનાં ભજનનું તેમજ નાનક, કબીર વગેરે મહાત્માઓની (હિન્દી), વાણીનું મનન કરતાં સૂફીવાદના ઉત્તર ભાગનો સારો ખ્યાલ આવી શકે એમ છે. સ્વામી રામતીર્થ જગત સમક્ષ સૂફીવાદની પૂર્ણતાના આદર્શ જ રજૂ કરે છે, એ તેમના લીન અભ્યાસીઓને વિદિત છે.

આ અટપટા સંસારની વિચિત્ર જાળમાં રહેનાર મનુષ્યને તેમાંથી નિવૃત્ત થવું અને સ્વાભાવિક પ્રેમભાવના વડે, એકીકૃત હૃદયવૃત્તિથી પ્રભુ તરફ અરે ! કોઈના તરફ પણ સ્નેહની અચલ