આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૫૫]

આત્માને પૂર્વસ્મૃતિ કરાવે છે અને ક્રમેક્રમે સ્થળ બાબતો છૂટતાં ચાહનાર પરિણામે વિશ્વવ્યાપક–સર્વ સામાન્ય પ્રેમ સુધી પહોંચે છે અને આત્મદર્શન પામે છે. આત્માને ચાહનાર જાતે આત્મા બને છે. (જુઓ એમર્સન, 'ઓન લવ.')

હકીકત એવી છે કે હૃદયને કોઈ પણ સ્થાને ભવ્યતા સુંદરતા-કાંતિની દિવ્યતા–પ્રભુતાનું જ્વલંત દર્શન થવું જોઈએ. એ 'ઝખ્મ' યાને ઝાંખી જો વિશુદ્ધ અને અલૌકિક હોય છે તો જ ચાહનારના આખા આન્તરતન્ત્ર પર કાયમની અસર કરે છે, કેમકે તે પ્રકૃતિથી પર હોય છે અને આ આત્મીય પ્રેમ હોય તો જ તે ચાહનારને માનવસ્નેહમાં પણ પ્રભુપ્રેમનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. અલબત્ત 'પોતાપણું' તમામ ઓગાળ્યા વિના સામાન્ય માનવસ્નેહનો કશો જ વિશિષ્ટ અર્થ નથી એ સ્પષ્ટ છે; કારણ કે, સ્નેહ એટલે જ સાત્ત્વિક સેવા-સ્નેહ એટલે જ 'હું' મટીને 'તું' થવું; અને માનવસ્નેહના મામલામાં એ અતિશય વિકટ છે. અશારીરિક આત્મત્વ (પ્લૅટોનિક લવ)ની પ્રેમભાવના માનવસ્નેહમાં કાયમની રહેવી એ બહુ જ મુશ્કેલ છે. કામ, મોહ અને સ્વસ્નેહના વિકારોનાં વિકટ પ્રલોભનો માનવસ્નેહમાં પળેપળ આવે છે, અને એ પરીક્ષણોમાં ટકી રહેવું એ વિરલાં હૃદયથી જ બની શકે એવું છે. સ્ત્રીપુરુષના સ્નેહને માર્ગે અનેક પ્રકારનાં પ્રલોભક બલો ખડાં હોય છે અને એ દુશ્મનોનું માતબર લશ્કર આશકનો આગળનો માર્ગ સહેલાઈથી મેળવવા દેતું નથી, આથી તે અતિશય ભયંકર છે. સૂફીવાદના મિજાઝી ઇશ્કને નામે ચાલનારાં હૃદયને ખરેખર બહુ જ સંભાળવાનું છે.

ઈશ્કની ગઝલો લલકારનારાં જિગરોને આ પ્રસંગે આવશ્યક ચેતવણી આપવાનું ધર્મકર્તવ્ય છે કે, સ્નેહનાં કાવ્યો સ્ત્રીપુરુષના વિલાસી સ્વચ્છંદોને પોષણ આપવાને કદાપિ લખાયેલાં નથી; સૂફી આશક તો એવાં વિલાસી વર્તનનો ખરેખરો