આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૨ ]


ભલે તું આજ ભરમાઈ હરીફોના ભરમાવ્યાથી;
ભવિષ્યમાં પણ એ તારા વસ્લની હસરત તો છે કે નહીં ?


૬૪ : એકના વિના


'અમારા લાખ ચાહનારા ! ગયું શું એકના વિના ?
'બલાથી જો ગયો તું, તો થયું શું એકના વિના?'

તમારી એ ખુમારી છે, નથી કિમ્મત કંઈ દિલમાં;
રહ્યું શું એકના વિના? ગયું શું એકના વિના ?

ભલે મીંડાં હજારો હોય, પણ ના આંકડો એ એક;
તો મીંડાં રહ્યાં મીડાં, રહ્યું શું એકના વિના?

લગાવ્યા તાર બહુ સારંગીમાં પણ એક તૂટતાં એ;
બતાવે સાજ બેસૂરો, ગયું શું એકના વિના ?

ભલે પગ હાથ હો કે કાન ને મુખ નાસિકા પણ હો;
ભલે હો અંગ સર્વે, પણ થયું શું એકના વિના ?

રહ્યું છે એક કંઈ દૈવત શરીરમાં, તે ઉપર જીવન;
ગયું જો એક, ખોખામાં રહ્યું શું એકના વિના ?


૬૫ : પ્રેમની ઘેલાઈ


લપાઈ પ્રેમની ઘેલાઈમાં છૂપી ખુદાઈ છે,
ચમકતાં લોહ ખંજરમાં મીઠી લહેજત સમાઈ છે.

થઈ ઘેલો જગે ફરવું સનમનું ગાન મુખ કરવું,
હૃદયમાં ધ્યાન તો ધરવું સનમનું એ કમાઈ છે