આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
150
ગુજરાતનો જય
 


"હું રજા લઉં છું, બા. પણ મંત્રીને સંઘ તો બંધ રાખવા જ કહી દેજો. ફજેતો નથી કરાવવો.”

“સંઘ બંધ શા સારુ રહે? છ મહિનામાં તો સુરાષ્ટ્રનાં તીર્થો આપણાં નહીં કરાવું? પાટણ ને ખંભાતમાં મારે રાણાનું નાક નથી કપાવવું. પહેલાં હું ને રાણા જશું. પાછળ ભલે સંઘ આવે. ચારણોની જીભે મારા રાણાના જશ ગવરાવું તો જ હું ખરી સોરઠિયાણી.”