આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વમનસ્થલીનાં વૈર
155
 

કર્યો! તેને કાઢી મેલી લાગે છે. રાણો બળુકો તો ખરો ! તુંને અમારી બોન સમજીને આ હવાલે આંહીં અમારું દિલ પિગળાવવા કાઢી ! તારી મારફત અમને દબાવવા છે, આ લાબરકાબર વેશે?”

"જો, જેતલ!” અત્યાર સુધી ચૂપ રહેલો સાંગણ આવીને બોલવા લાગ્યો.

“તારું તો મારે મોં જ નથી જોવું.” જેતલદેવી બીજી બાજુ ફરી ગઈ.

“તો તું તારે મોં જોયા વગર જ સાંભળી લે... હે.. હે. હે.” સાંગણ હસ્યો, "તારા અંતરની વાત હું કહી આપું? હેં? હે-હે-હે ! તારા કોઠામાં જાણે કે ભે પેસી ગઈ છે, કે રાણાના ને અમારા ધિંગાણામાં તારે કેદીક છેને ચૂડા વગરની થાવું પડશે – હેં? હે-હે-હે-હે. પણ તું ફકર શીદ રાખછ હૈ? હે-હે-હે-હે! તુંને કાંઈ અમે ચૂડા વગરની નહીં રાખીએ. ગુજરાતમાં તને દીધી ઈ ભૂલને ટાળી દેશું. નવસોરઠમાં અમારા નાતાદાર થાય એવા રાજકળીના ધણી ક્યાં થોડા છે? આપણે તો હાલે, હો જેતલ ! ફરી ચૂડો પે'રાય. આપણે તો સોરઠના. એયને તું તારે બેધડક રે'જે. તારો ચૂડો...”

"મારો ચૂડો તો તારે માથે પછાડું" જેતલદેવીએ સોરઠી હાંસીની હદ થઈ ગઈ દીઠી, એટલે એણે ઊઠી જઈને સંભળાવ્યું: “મારા ચૂડાની ચિંતા કરનારાઓ ! હું તો આવી હતી, મારા મહિયરની દ્રશ્યનાં દુવાર ન દેવાઈ જાય તેટલા માટે. પણ હવે તો મારો ચૂડો ભલે તમારાં શોણિતે રંગાતો. લ્યો ભાઈ ! જુવાર છે તમને.”

“ક્યાં – પાછી ધોળકે જઈશ? સેનાને તેડી લાવવા?” સાંગણે મશ્કરી કરી. ચામુંડરાજે જરા સ્નેહભીના સ્વરે કહ્યું: "ઘેલી રે ઘેલી. ખાતી પીતી તો જા. આમ કોળી-વાઘરીની જેમ એકલી હાલી નીકળાય છે કાંઈ?”

“મારે ઝાઝે પંથે ક્યાં જાવું છે ભાઈ! આંહીં પાદરમાં જ...”

"હં-અં, બેન ! કૂવા તો ઘણા છે.” સાંગણે ટોણો લગાવ્યો.

ને જેતલદેવીએ પાછાં વેલડામાં ચડી બેસી વેલડું હંકાવ્યું. ત્યારે ચામુંડરાજે માણસોને કહ્યું: “એની વાંસે જાઓ, એ ઘેલીને મજેવડીમાં રોકાવજો. એ નાનપણથી જ તજ જેવી તીખી છે, ક્યાંક આત્મહત્યા કરી બેસશે. ઓલે રાણે એને ખૂબ હનરડીને મોકલી લાગે છે.”

વેલડું બહાર કાઢવા માટે ગિરનાર-દરવાજો ઊઘડચો, તે ભેળાં જ કોઈ મહાપૂર ધસે તેમ બહારથી કોઈ અજાણ્યા સૈન્યનો અંદર ધસારો થયો. આંખ મીંચાઈને ઊઘડે એટલી વારમાં તો ગિરનાર-દરવાજાનો ગુપ્ત કબજો કરીને સૈનિકો બેસી ગયા. બધે જ દરવાજે સૈનિકો બેસી ગયા. બધે જ દરવાજે સૈન્ય ઘેરી વળ્યું હતું. ગિરનારદરવાજાની બહાર ઉપરવટ ઘોડાના અશ્વારોહી રાણાએ જેતલદેવીની સન્મુખ આવીને