આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
10
ગુજરાતનો જય
 

મંડળેશ્વરને આવી મીઠી નીંદર તો ધોળકાના ઢોલિયામાં પણ કદી નથી આવી જાણી ! મારું બેટું ! આ તે શું કૌતુક?” જુવાન જેહુલને એ રાતવેળાએ સાંઢણીની પીઠ પર શાંતિનાં નસકોરાં સાંભળતે રમૂજ પડી. એનો વિચાર આગળ વધ્યો: ‘સગી બાયડીના રાખતલ આદમીને આણે જીવતો કેમ છોડ્યો હશે ?'

એ ગુપ્ત વિચારનો જવાબ વાળતો હોય તેમ લવણપ્રસાદ બોલ્યો: “જેહુલ ! પડેલી ગુજરાત પાછી ખડી થશે, હો કે !”

“કાં બાપુ?”

“વીરુ તૈયાર થાય છે."