આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
228
ગુજરાતનો જય
 

“સંભાળીને પગ મૂકજે તું”, એમ કહીને પેલા બુઢ્ઢા શેઠે પોતાની પાલખી ખેંચનારા ભાઈઓને પૃથ્વી પર આંગળી ચીંધી બતાવ્યું, "કીડીઓ કચરાય નહીં.”

પોતાને આ માર્ગ પર કચરાતી કીડીઓનો પ્રશ્ન વધુ મહત્ત્વનો હોય તેમ બતાવીને એ તો પાછો 'જય દેવભૂમિ!' રટવામાં પરોવાયો. પેલી બાઈએ થોડે દૂર ગયા પછી પાછું ઘોડેસવારને પૂછ્યું: “સૈન્યમાં હતા તમે, એમ કે ભટરાજ? સારું થયું ભાઈ, હિંસા કરવી મટી. કેટલાંક વર્ષથી અહીંના સૈન્યમાં હતા?”

"સાત વરસથી. તન તોડીને નોકરી આપી. આ સૌરાષ્ટ્રને કડે કરવામાં અમે જ હતાને? બસ, પછી કહે કે તમે ગુર્જર નથી, માળવી છો, પરદેશી છો, માટે ચાલ્યા જાવ ! ઠીક બાપા, આ ચાલ્યા.”

"એ જુઓ, ત્યાં લીલોતરી કચરાય છે, અલ્યા એઈ!” બુઢા શ્રેષ્ઠીજીએ વળી પાછા પાલખી-વાહકોને સાવધ કર્યા.

“હવે મૂકોને લપ!” એમ કહીને બુઢ્ઢાને તડકાવતી તરુણીએ એક મોહક સ્મિત કરીને વળી પાછી સૈન્યની વાત આગળ કરી, “પાપનો ધંધો ત્યાગ્યો એ તો સારું કર્યું, ભટરાજ ! માળવાના સંઘની સેવા કરવા આવ્યા એટલું પુણ્ય બંધાશે.”

“પુણ્ય તો બંધાઈ ગયું જ ના ! એમણેય મને અંતરિયાળથી રજા આપી.”

"કેમ?"

“કેમ શું? એ બધા વસ્તુપાલ શેઠના નામનાં બણગાં ફૂંક્યા કરે, ને હું રહ્યો સાચક, પેટમાં હોય તેવું કહી નાખું, એટલે અમારે ન પોસાયું.”

“તો હવે ક્યાં જશો? ઘેર બૈરીછોકરાં હશે, ખરું?"

"ના રે ના, સૈન્યની નોકરીમાં એ લપ તે પોસાય? અમે તો કાયમના મોકળા. ફાવે ત્યાં ફરીએ. બાકી તો ક્યાં જાઉં? આવી ભરાણો. બધાને જોઈએ ગુર્જર મંત્રીઓનાં ગુણગાન, ને હું તો રહ્યો સાચક – માયલા ભેદ જાણનારો."

“એવું ન રાખીએ. ભટરાજ, જાણીએ બધું, પણ બોલીએ શા સારુ? સાચું આજકાલ કોને ગમે છે?”

“હા જ તો. તોછડા પેટના માણસ વધી પડ્યા છે. હું ઘણોય મનને વારું છું, પણ હળાહળ જૂઠ તો કેમ ખમી ખવાય, શેઠાણીજી ! આ જુઓને, આમ સંઘનો ઠઠારો કરે છે, પણ હજી તો ગુજરાતને માથે કંઈક દુશમનો ગાજી રહ્યા છે તેનુંય ભાન રાખે છે?”

“દુશ્મનો ! હોય નહીં હોય ! હવે તો ગુજરાતનું નામય લે કે કોઈ?”

“શું ન લે? આ દેવગિરિનો જાદવ સિંઘણદેવ ડણકે. આમ શ્રાવકો સંઘ લઈને ગયા કે ત્રાટકવાનો. માળવાના અમારા દેવપાળ દીઠા છે? તલપાપડ થઈ રહ્યા છે