આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
78
ગુજરાતનો જય
 

પાંચ-પાંચ વર્ષોથી રાજના રાજભોગ પૂરા પહોંચતા નહોતા. રાણાને રસ્તો સૂઝતો નહોતો. રક્ષણ માટે લશ્કર નહોતું. પારકા પર વિશ્વાસ નહોતો. સાળાને પોતાનો ગણી કારભાર કરવા નીમ્યો હતો. એનાં કૃત્યોથી વીરધવલ અજાણ હતા. કેમ કે પાટણ અને ધોળકાની જંજાળો એને ઠોલી રહી હતી. આજે આ શત્રુને સમજાવવા તો કાલે પેલા ધનિકને મનાવવા, કોઈ ને કોઈ પ્રકારે નાણાંની વ્યવસ્થા કરવા, એની જિંદગી તો ઉપરવટ ઘોડાના જીન પર વીતતી હતી. પાછળથી પત્નીનો ભાઈ ડાકુગીરી રમતો હતો!

આજે રાણો ઘેર નહોતો. રાણી જેતલદે અકળાઈ ગયાં. એણે જાણ્યું કે કોઈ તેજપાલ નામના શ્રાવક પર ભાઈએ તલવાર ખેંચેલી તે તલવાર ભાંગીને તેજપાલ ગઢ ઉપર ચડી આવ્યો છે. એના પડતા બોલ પર ભૂખી વસ્તી મરવા-મારવા તત્પર ખડી છે.

જેતલદેવી ઊઠીને જાળીએ આવી. ઝીણી ઝીણી ઊંચી જાળી બહાર ચોકમાં, બરાબર મલાવતળાવની પાળે એણે જનસાગર જોયો. અગાઉ કદી નહોતો જોયો. સૌરાષ્ટ્રમાં એણે અર્ધપશુની જિંદગી ગાળતાં, રાજાની સામે મીટ પણ ન માંડી શકતા મુડદાલ લોકો જોયા હતા. અહીં એણે વિરાટ દીઠો. એ સુવાવડી ભયભીત બની.

રજપૂતાણી હતી. એકાએક અક્કલ સૂઝી. એણે વીસ વાસાના વીરમને છાતીએ લીધો, ને એ બહાર ગોખમાં આવી. એણે વીરમને લોકોની સામે ધર્યો. એ ગરીબડું, અપરાધી મોં કરી ઊભી રહી ને એણે તેજપાલને જોયો.

તેજપાલ – બેઠી દડીનો બાંધોઃ ઘાટીલું શ્યામળું શરીરઃ મોં પર મસાલો બળતી હતી તેનાં ઝળાંઝળાં તેજ: અઠ્ઠાવીશેક વર્ષનોઃ એણે રાણી જેતલદેને પહેલવહેલાં જોયાં. જેતલદેવીએ આવો શ્રાવક પણ પહેલો દીઠો. ગુજરાતની પોચી ધરતી આવા નર પકાવે છે? એના અંતરમાં પ્રશ્ન રમી રહ્યો.

તેજપાલ વિકરાળ નહોતો. ચીસો પાડતો નહોતો. બાંયો ચડાવતો નહોતો. પગ પછાડતો કે મુક્કા બતાવતો નહોતો. સૌમ્ય, સુભદ્ર, સુગંભીર અને વેદનામય એની વીરશ્રી લોકોની વચ્ચે સળગતી નહોતી, દીપક સમી અજવાળાં દેતી હતી.

એણે કહ્યું: “પ્રજાજનો, જેતલબાની અને કુંવરની અદબ કરીએ.”

"તેજપાલભાઈ ! વીર! એક વાર અંદર આવો. જેતલબા કહેવરાવે છે.” ઉપરથી એક સ્ત્રીએ સાદ પાડ્યો.

“ચાલો બધા – ચાલો અંદર, મામો ક્યાં છે?” લોકોએ કિકિયાટા કર્યા.

“એકલા તેજપાલભાઈ.” અંદરથી અવાજ આવ્યો.

“નહીં, એકલાને એને નહીં જવા દઈએ, કાવતરું છે. અમારા તેજપાલ શેઠને