આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
ગુલાબસિંહ.


તેવા ફફડાટને લીધે એમ માનું છું કે અંદરનો જીવ પોતેજ ગભરાઈ ગયો છે ને હવે પાંજરૂં ભાંગી ઉડી છૂટશે.”

આવા અસંબદ્ધ તરંગની પરંપરામાં લીન થયેલી હોવાથી તેના પણ લક્ષમાં ન આવે તેવે ધીમે પગલે કોઈ તેની પાસે આવ્યું ને ધીમેથી તેને હાથે હાથ લગાડી બોલ્યું “મા! મારી મા !” સાંભળતાં જ ફરીને જોવા લાગી તો લાલાને જોયો. એનું કાંતિમાન્ તથા સંગીન મુખ જોઈ એના મનને તુરતજ શાન્તિ વળી. એના આવવાથી એને આનંદ થયો.

મા ?” લાલાજીએ જ્યાંથી મા ઉઠી ઉભી થઈ હતી ત્યાં તેને બેસાડીને પોતે તેની પાસે બેસતાં કહ્યું “મા ! હું કહું તે સાંભળ. તું જાણતી તો હોઈશ કે હું તને પ્રેમપૂર્વક ચાહું છું. તારી કલાના આનંદથી જ કે તારી સ્થિતિ પર દશાના આવેશથીજ હું તારી પાસે આવુંછું એમ ન જાણતી. એવાં ઘણાં કારણ છે કે જેથી હું તારી સાથે આ વાત વિષે મારી આંખો સિવાય બીજે રસ્તે આજ પહેલાં બોલી શક્યો નથી. પણ આજે તો, હું જાણતો નથી કે શાથી, મારામાં તને કહેવાનો નિશ્ચય તથા હિંમત બન્ને આવ્યાં છે, અને મારા નસીબમાં જે સુખ કે દુઃખ હોય તે જાણવાની પણ ઈચ્છા થઈ છે. હું જાણું છું કે મારે પ્રતિસ્પર્ધી છે — મારા જેવા ચીતારાના કરતાં જબરા છે, પણ બોલ તે વધારે માનીતા છે?”

પોતાની સ્તુતિ સાંભળી સહજ શાલીનતાના આવેશથી માના ગાલ ઉપરનું તેજ કિંચિત્ ઝાંખું પડયું. પણ એના મોં ઉપર ગંભીરતા અને ખેદ તેવાં ને તેવા જ રહ્યાં. આંખો નીચી ઢાળીને, તથા પગના અંગુઠા વતે જમીન ખોતરતે ખોતરતે, તેમજ કાંઈ અચકાતે અચકાતે તથા જરા ખુશમિજાજમાં હોય તેવો ફોકટ પ્રયત્ન કરતે કરતે માએ કહ્યું “લાલાજી ! જે માણસો નૃત્ય કરતી બાલાઓ પાછળ ભમે છે તેમને પ્રતિસ્પર્ધી તો હોયજ, આપણે એવાં નિર્ભાગી છીએ કે આપણી જાતનો પણ આપણે એકલાં જ આનંદ લેઈ શકતાં નથી.

“પણ તું એવા ભાગ્યને ચહાતી નહિજ હોય. તે ગમે તેવા ભભકાવાળું તને જણાતું હોય તથાપિ મને ખાત્રી છે કે તારી હોશીઆરીથી જે ધંધાને તું શોભાવે છે તે ધંધામાં તારું દિલ નથી.”

“નહિજ, નહિજ,” આંખમાં અશ્રુસહિત માએ કહ્યું “એક વખત એવો હતો કે હું ગાન તાનની પૂજારી હતી, પણ હવે મને એમ લાગે છે કે