આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
ગુહ્યાગારનો દરવાજો.

લગાડતો ભાઈ, પણ તારા કરતાં એનો આત્મા શુદ્ધ અને સ્વછ છે, ને તે તારા આત્માને પણ ઉચ્ચસ્થાને વહી જવા સમર્થ છે. તારા સ્વભાવમાં વૃત્તિઓના એજ યોગ્ય મિશ્રણની જરૂર છે કે જેથી ઉચ્ચસ્થાનને પમાય. એ સમય એના પ્રેમથી સિદ્ધ થશે. શી મરજી છે ?”

“પણ મને શી ખાતરી કે એનો પ્રેમ મારા ઉપર છે.”

“નહિજ, એ તમને ચહાતી નથી, એનું હૃદય કોઈ અન્યથીજ પરિપૂર્ણ છે. પણ એનો જે પ્રેમ હાલ મારા ઉપર છે તે તમારા ઉપર હું ઉતારી દઊં—”

“એવી શક્તિ માણસ ધરાવી શકે છે ?”

“એનો પ્રેમ હું તમારા પર લગાડું, પણ તે જો તમારો પ્રેમ સ્થિર, શુદ્ધ હોય તો. નહિ તો સત્ય વાત જણાવી દઉં અને એને અસત્યની પૂજા કરતાં હું અટકાવું.”

“પણ જો એ તમે કહોછો તેવા ગુણવાળી હોય, અને તમારા પર પ્રેમ રાખતી હોય તો તમે એને શા માટે જવા દો છો ?”

“અહો ! માણસનું છેકજ ઉતળુ અને સ્વાર્થી હૃદય !” ગુલાબસિંહે અસાધારણ આવેશમાં આવી જઈ જુસ્સાથી કહ્યું “તને પ્રેમની એટલી તુચ્છજ કલ્પના છે ! તું એટલુંએ નથી જાણતો જે પ્રેમ સર્વનો ભોગ આપે છે–પોતાના પ્રેમસ્થાનનો પણ ભોગ આપી દે છે;–પોતાના પ્રેમસ્થાનના સુખને માટે ! સાંભળ, સાંભળ, હું તને આટલો આગ્રહ કરું છું તે એટલાજ માટે કે હું તેને પરિપૂર્ણ ચહાઉં છું, ને એમ જાણું છું કે તારા કરતાં મારી સાથે એ વધારે દુઃખી થશે. શા માટે તે પૂછતો નહિ, કેમકે હું તે તને કહેનાર નથી. બસ, હવે વખત ભરાઈ ગયો છે, અત્યારેજ તમારે જવાબ આપવો જોઈએ. આજથી ત્રીજા દિવસની રાત્રિ પહેલાંજ બધી વાત તમારા હાથમાંથી જશે.”

“પણ” લાલાએ હજુ પણ વહેમાઈને કહ્યું “આટલી બધી ઉતાવળ શા માટે ?”

“જા જા; જેની તું ઈચ્છા રાખે છે તેને પામવાને તું પાત્રજ નથી. જે હું તને હાલ કહું તે તારે પોતજ જાણવું જોઈતું હતું. પેલો માણસની લાજ લેનાર, વૃદ્ધ મેરુસિંહ પ્રધાનનો છોકરો–એનાં દુર્વ્યસનમાં પણ દૃઢ, એકાગ્ર અને નિશ્ચયવાળો છે−ધારેલી વાત કદાપિ જવા દેતો નથી. પણ એની