આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
ગુલાબસિંહ.

“હવે ઘડી જાય છે તે લાખની જાય છે. મારો પિત્તો તપી ગયો છે – આ છોકરીને મેળવવીજ જોઈએ, મોત થાય તો એ શું ! એ શું થયું. ”

“આપના પુણ્યવાન્ પ્રખ્યાત દાદાની તરવાર ખીંટીએથી ખશી પડી. બીજું કાંઈ નથી,”

પ્રકરણ ૭ મું.

ગુરુને વિનતિ.

ગુલાબસિંહે પોતાના ગુરુ ત્સ્યેન્દ્ર યોગીન્દ્રને લખેલું પત્ર :—

વિદ્યાનું આકાશ હવે અવિદ્યાનાં વાદળાંથી ઘેરાઈ જઈ મલિન થવા લાગ્યું છે, જે સમાધાન જ્ઞાનીઓના સર્વકશ બલરૂપ છે તે મેં ખોયું છે. જેને મારે પરમમાર્ગે દોરવાં હોય છે, તેના મનોનિશ્ચય ઉપર હવે હું અસર કરી શકતો નથી; તેવાંને હું, અગાધ સમુદ્રનાં મોજાંમાં આગળને આગળ તણાઈ, જેમ જેમ મારૂં નાવ કીનારાને બદલે દૃષ્ટિમર્યાદાના કાળા પાણી તરફ ખેંચાય છે તેમ તેમ મારી પાછળ ખેંચાતાં જોઉંછું. જ્યાં હું સામાની મનોવૃત્તિને મારી ઈચ્છા પ્રમાણે ચલાવી શકતો ત્યાં હવે માત્ર સૂચનાજ કરી શકું છું, એથી આશ્ચર્ય પામી મેં આત્મનિરીક્ષણ કરી જોયું, સત્ય છે; એમજ ભાસ્યું કે સાંસારિક વાસનાઓ મને આ ક્ષણિક જીવિતના આનંદમાં બાંધી રાખી, સ્થુલમાત્રના સંસર્ગથી શુદ્ધ થયેલો આત્મા જે આધ્યાત્મિક રહસ્યનું ઉદ્ભેદન કરી શકે, તેનાથી સર્વદા વેગળો તાણે છે. જે સત્ત્વસંચયથી આપણી આધ્યાત્મિક અને યૌગિક શક્તિ સંરક્ષિત થાય છે, તેજ અત્યારે તો, જે મનુષ્યો પ્રતિ આપણા મનમાં નિર્બલ જનસ્વભાવને સુલભ એવાં ઈર્ષા, દ્વેષ, વા પ્રેમાસક્તિ આદિ ઉદય પામે છે, તેમના ભવિષ્યનું અવલોકન કરવામાં આપણાં આંતરચક્ષુને અંધ કરી દે છે. ગુરુ ત્સ્યેન્દ્ર ! સિદ્ધ રાજયોગી ! મારી આગળ પાછળ બધી અંધા ધુંધી થઇ રહી છે, મને કાંઈ સુઝતું નથી; આપણાં ઉત્તમોત્તમ માર્ગની શ્રેણિથી હું ખરી પડવા લાગ્યો છું, એમ મને લાગે છે; અને જે અમર યૌવનરૂપી કળી કેવલ આત્મછાયામાંજ ખીલે છે, તેમાંથી મર્ત્ય સ્વભાવવાળી પ્રેમાસક્તિરૂપ કાળું વિષમય પુષ્પ થઈ આવતું મને જણાય છે !