આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
ગુલાબસિંહ.

લાલો આશ્ચર્યથી સ્તબ્ધ થઈ સહજજ એની પાછળ ગયો ને એણે એને શાન્ત પાડવા ઘણોએ પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ. એ, એના પ્રશ્નોના જવાબ આપતી નહતી. એનાં પ્રેમગર્ભિત મીઠાં વચન કાને ધરતી ન હતી; પણ એકાએકજ, જે ધંધાને પોતાનું અનનુભવી મન, માત્ર ગાન અને સૌંદર્યની પૂજા રૂ૫ સમજતું હતું, તેનીજ, બંદાએ બતાવેલી ખરી છબી, એની નજરે તરી આવતાં, ઉચું મોં કરીને, લાલાના મોં તરફ નજર માંડી, બોલી, “બેવચની જુઠા ! તુંજ મારા આગળ પ્રેમની વાત કરવા બેઠો છે ?”

“મારી જાતના સમ, મા ! હું તને કેવો ચાહું છું તે કહી બતાવવાને મને શબ્દો જડતા નથી.”

“તું મને તારા આશ્રયમાં રાખીશ, મને તારી કરીશ ? તું મને જે પ્રેમની વાત બતાવે છે, તેથી મને તારી પત્ની ગણીશ ?” આ પ્રસંગ બારીક હતો, માના મનનું કેવલ પરીવર્તન થઈ ગયું હતું. બંદાનાં વચનોએ એનું મન વિંધી નાખ્યું હતું, અને એને પોતાની જાત ઉપરજ તિરસ્કાર ઉપજાવ્યો હતો. પોતાનાં તરંગી સ્વપ્ન ઉપરથી આસ્તા ઉઠી ગઈ હતી, ભવિષ્ય વિષે નિરાશા થઈ હતી, અને એના આખા મનોવિલાસનો ભંગ થઈ ગયો હતો. આવે સમયે, લાલાની સારી અક્કલે તુરતજ સૂચવેલું ઉત્તર, જો લાલાથી અપાયું હોત, તો માને પોતાની જાત ઉપર શ્રદ્ધા આવત, પોતે કાંઈ કીંમત વિનાની છે એમ થયું હતું તે મટત, અને લાલા ઉપર વિશ્વાસ કરી એ એની થાત; ગુલાબસિંહે ત્સ્યેન્દ્રને કરેલી વિનતિ સફલ થાત. પણ એના શુદ્ધ સ્વભાવની પ્રથમ પ્રેરણાની સામે, આ પ્રશ્ન થતાની સાથેજ ગુલાબસિંહે એને એના અનાદિ શત્રુરૂપે સમજાવેલા બીજા મલિન તર્ક ઉઠ્યા. ઠગારાની ટોળીએ મને ફસાવવા જે જાલ પાથરી છે તેમાં શું મારે આંખો મીંચીને ફસાઈ પડવું ? આ બાલાને આવી રીતે, મારે પાછળથી પસ્તાવું પડે તેવી કબુલત લેઈ લેવાનું શીખવી રાખેલું તો નહિ હોય ? એ નર્તકી વેષ તો ભજવતી નહિ હોય ? આવાં દુનીયાંદારીના, વ્યવહારના, તર્ક જેવા એના મગજમાં ઉઠ્યા, તેવુંજ એનું મન ફરવા લાગ્યું અને એને જાણે પોતાના મિત્ર રામલાલનું ઉપહાસયુક્ત હસવું કાને સંભળાવા લાગ્યું, ખોટું પણ ન હતું. રામલાલ એ રસ્તે જતો હતો, ને બુઢ્ઢીએ એને કહ્યું કે