આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫
સિદ્ધિનો પ્રેમમાં લય.

ખોટું તેનો પણ એને આ ક્ષણે ભરોસો પડતો ન હતો.

“હા મારીજ સાથે, — નહિ તો, નામ, આબરૂ, સતીત્વ, એ બધું જશે.”

“ત્યારે,” ગાંડી થઈ ગયેલી બાલા ભાગા તૂટા શબ્દે બોલી “ત્યારે, તારા મનમાં ભારે માટે કાંઈ છે ખરું ! મને બીજો બતાવતો હતો ને !”

ગુલાબસિંહ કાંઇ બોલ્યો નહિ, પણ એનું હૈયું ભરાઈ આવ્યું. એના મુખ ઉપર તેજ તરી ઉઠ્યું, એની આંખોમાંથી આવેશનો શ્યામ અગ્નિ ઝરવા લાગ્યો.

“બોલ” રમાએ, એના મૌનનો અવિશ્વાસ કરી, પૂછ્યું.

“મારા મનમાં તારે માટે કાંઈ છે ?— હા, છે; પણ હું એમ કહેવાની હજી હીંમત કરી શકતો નથી કે તે મારી વૃત્તિ પ્રેમજ છે.”

“ત્યારે મારું જે થનાર હશે તે થશે તેની શી પરવા છે ?” માએ તુરતજ ખસીઆણી પડી જઈ, તથા એના હાથમાંથી હાથ તાણી લેઇ, કહ્યું. “તું, તારે જા; હું કશાથી ડરતી નથી. મારો જીવ, અને તેથી મારી આબરૂ પણ, મારા હાથમાં જ છે.”

“એવી ગાંડી થઈ ન જા. સાંભળ ! મારા ઘોડાનો ખોંખારો સંભળાય છે ? આવતા ભયની આપણને એ ચેતવણી છે. ઉતાવળ કર, નહિ તો થઈ રહ્યું.”

“તારે મારી શી પરવા છે ?” પેલી બાલાએ કકળીને કહ્યું “તેં મારૂં હૃદય જાણ્યું છે, તું જાણે છે કે તું મારા ભાગ્યનો અધિષ્ઠાતા થઈ પડ્યો છે. પણ કોરા ઉપકારનો ભાર વહેવો, બેપરવા આગળ ભીખારી થવું; જેનો મારા ઉપર રસ બસ એક પ્રેમ નથી તેને વળગવું: એ તો મારી જાતિમાં હલકામાં હલકું કર્મ ગણાય. જા, જા, ગુલાબસિંહ ! મને મરવા દે, એ વધારે સારૂં છે.”

આટલું બોલી; બોલતાંજ, પોતાના વદન ઉપર છવાઈ રહેલા સોનેરી કેશ ખશેડી મૂકી, પોતાના હાથ શોકાર્ત દશામાં પડતા નાખી, કકળતા હદયના