આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
ગુલાબસિંહ.

આટલું બોલી એણે જેવી ઉંચી નજર કરી કે તુરત એક અતિ શ્યામમેઘ એ આખા પ્રતિબિંબ ઉપર છવાઈ ગયો; ચંદ્ર ઢંકાઈ ગયો, નદી ઝાંખી થઈ ગઈ, પર્વતો દૃષ્ટિમાંથી જતા રહ્યા, છતાં પેલી બે આકૃતિનું દર્શન કોઈ પ્રકારે પણ ચાલતું રહ્યું. એકનું વદન ભક્તિમાં ગરક, ગંભીર, અને આનંદથી પ્રફુલ્લ હતું; બીજાનું ઘેરાઈ ગએલું, વિચારગ્રસ્ત, અને નિત્ય પરિચિત્ એવી પોતાની ઉદાસીન્‌ કાન્તિ અને ગાઢશાન્તિ કરતાં કોઈ અધિક ભાવમાં વિલીન હતું.

“ઉઠ” ત્સ્યેન્દ્રે કહ્યું “તારી કસોટી હવે શરૂ થઈ. ઘણા એવા ધૂતારા થઈ ગયા છે કે જેણે તને દૂર પહેલાં મનુષ્યનું દર્શન કરાવ્યું હોત, અને તારા આગળ અનેક સાધન, ઉપાસન હઠ, મંત્ર, તંત્ર, જપ, તપની વાતો કરી તને ભડકાવ્યો હોત. હું તને એ બધાંનાં પુસ્તક દેખાડીશ, તને સમજાશે કે એ લોકો ગુહ્યાગારનાં પગથીઆં ઉપરજ અથડાઈ પડ્યા છે ને એમ ધારી ઠગાયા છે કે અમે તો ઠેઠ ગર્ભાગારમાંજ રમીએ છીએ. એક એકનાં નામ લેઈને ગણાવું; મેં જે યુગે યુગે ને મન્વન્તરે મન્વન્તરે એવા ધૂતારાની વાણીઓ સાંભળી છે, કરણીઓ જોઈ છે, તેનાં વર્ણન કરવા બેસું તો બેટા ! તને કંટાળો આવે. પણ જાણ કે ખરો રસ્તો જે અત્યારે તારા આગળ મુક્યો છે તે વિના બીજો નથી. હું તને પાનાં પોથામાંની વાતો તો એટલી એટલી સમજાવી દેઉં કે તું કોઈ વડો પંડિતરાજ થઈ રહે, પણ તારી વૃત્તિ શુદ્ધ તત્ત્વ જાણવાની છે, ને તે તેને મળશે. જ સુઈ રહે. કશું વાંચીશ નહિ. વિચાર, કલ્પના કર, સ્વપ્ને ચઢ, ન બને તો ગાંડો થઈ જા. વિચારના તોફાનમાંથીજ છેવટ શુદ્ધ વિચારનો આકાર ઉપજી આવે છે. મધ્યરાત્રી પૂર્વે મને ફરી મળજે.”

પ્રકરણ ૪ થું.

છેલી કસોટી.

મધ્યરાત્રી થવાને થોડી વાર હતી પણ લાલાજી તો ક્યારનો એ ગુરુના ઓરડામાં જઈ બેઠો હતો. જેમ કરવાની એને આજ્ઞા થઈ હતી તેમ એણે બહુ લક્ષપૂર્વક કર્યું હતું, ને કાંઈ પણ ખાધાપીધા વિના ઉપવાસ કરી એમાંજ મંડ્યો રહ્યો હતો. જે વિવિધ તરંગ એના મનમાં, કલ્પનાશક્તિને આમ છૂટી