આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩
દૈવી અને માનુષી પ્રેમ.

ક્ષણ અને તીક્ષ્ણ દૃષ્ટિને આધારે ચાલનાર ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય પણ આ સમયમાં સિદ્ધિ પામવો કઠિન, ત્યાં એવા સાધારણ શિષ્યનું શું ગજુ ! જાગ્રત્‌ અને સુષુપ્તિથી વિલક્ષણ જે તૃતીય જાગ્રત્‌સ્વરૂપે અવસ્થા છે, ને જે તુર્યાના ભાગરૂપ ગણાય છે, તે આ સમયના લોકને યથાર્થ રીતે જાણવામાં નથી, એ સ્થિતિને અંતઃકરણની વૃત્તિએ પેદા કરેલી મિથ્યા માયારૂપ માની, તેનાથી અળગા રહેવા પ્રયત્ન ન કરે તેવા આજ તો કોઈકજ હશે; વૃત્તિના વ્યુત્થાન અને ઉપશમની વચમાંની સમતાને કોઈકજ સમજતા હશે, એ દશાને અધિકાધિક પ્રગાઢ અને ઉદ્દીપિત કરવાથી વિશ્વવ્યાપી આકાશ સાથે એકતા પ્રાપ્ત થતાં અનેક અને અનંત જ્ઞાનની દૃષ્ટિ સહજમાં ખુલી શકે છે તે વાત વીસરી જઈ લોકો ઉલટ તેવી દશા ન પ્રાપ્ત થાય તેને માટે ઉપાયે કરે છે ! જીવના પરિમિત પ્રદેશમાંથી બ્રહ્મના અપરિમિત પ્રદેશમાં પગ મૂકવાના એ માગને લોક એક વ્યાધિ રૂપ માને છે, અને ઔષધ તથા ઉપચારથી તેને મટાડવા પ્રયાસ કરે છે, અરે ! એટલું પણ સમજી શકતા નથી કે તેમના જીવિતની અતિ અપરિપક્વ એવી એ દશામાંથીજ કાન્તિ અથવા સૌંદર્યના વિચારને પુષ્ટિ આપનાર રસ, ગાન, કલા, તે સર્વ પેદા થાય છે; જાગ્રત્‌ કે સુપ્તિ કોઈ પણ, એવા અતિમાનવ વિશ્ચનું ઉત્તમ સ્વરૂપ પ્રત્યક્ષ બતાવવા સમર્થ નથી ! જ્યારે આપણે શિષ્યવર્ગમાં હતા ત્યારે આપણી સ્થિતિ તો એમ હતી કે સ્થૂલ સૃષ્ટિ અને તેના વ્યવહાર આપણી દૃષ્ટિએ અસત્‌જ થઈ જતા. આપણા પૂર્વજોને જીવિત હેતુ જ્ઞાનપ્રાપ્તિ વિના બીજો હતો નહિ. જન્મથીજ આપણને જ્ઞાનાનુકુલ કેળવણી મળવા માંડી હતી. અર્વાચીન સમયની અટકળો, જે ઠેકાણે આગળ ન ચાલી શકે એવી પોતાની પાંખ બંધ કરી ગોથું ખાય છે, તે ઠેકાણેથી આપણી શોધનો આરંભ થયો હતો. જે વાતને મિથ્યા તરંગ કે અગમ્ય ગુંચવાડાના નામથી અર્વાચીન શોધકો ઉડાવી દે છે તેજ વાતો આપણા જ્ઞાનનો વિષય હતી. હાલના પંડિતોના મતમતાંતરમાં, છેક મૂલતત્ત્વની વાતો, જેવીકે વિદ્યુત્‌ અને પ્રાણના પ્રભાવની સંકલનાઓ તે પણ આખી ભાગી અને અસ્ત વ્યસ્ત ચુંથાઈ ગયેલી છે; આપણે શિષ્યમંડલમાં હતા તે સમયે કોઈ પણ મુમુક્ષુને એ વિષયના સંપૂર્ણ જ્ઞાન વિના અધિકારીમંડલમાં પ્રવેશજ મળતો નહિ ! જ્ઞાન એજ એક પ્રબળ ઈચ્છા જેનામાં જાગ્રત્‌ છે એવો તું, જ્ઞાનનો માર્ગ ક્યાં લેઈ જશે, સુખમાં કે દુઃખમાં, તેની કશી ચિંતા રાખતો નથી; અને જે જે લોક ગુપ્તજ્ઞાનનો માર્ગ શોધે છે તેમને બહુ ખુશીથી સહાય થવા તૈયાર રહે છે; તું મનુષ્ય છતાં પુસ્તક જેવો છે. ઉપદેશ આપે છે, છતાં