આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
રક્તબીજ કેમ શમે ?

કરશે તે પ્રમાણે તેમાંથી તને અનંત આનંદ કે અનંત ક્લેષ પ્રાપ્ત થશે.”

““પણ તું ખરે ખરો દુર્ભાગી છે ! રે પાંખ અને પગ સર્વથી જાલમાં ગુંચવાઈ ગયેલા જંતુ ! તે રસાયન પીધું છે એટલું જ નહિ, પણ તે રક્તબીજને પણ નિમંત્ર્યો છે. અદૃશ્ય આકાશમાં નિવાસ કરનાર સત્ત્વોમાં એના કરતાં, મનુષ્ય જાતિની સાથે વિકટ વૈર ધરનારું, બીજુ કોઈ સત્ત્વ નથી; ને તેં તારી આંખ આગળનો પડદો ખશેડી તેને તારી સન્મુખ આણ્યો છે. તારી દૃષ્ટિમાં પૂર્વે જે ખામી હતી તે હું હવે તને લાવી આપી શકું એમ નથી. જાણી તો લે કે અમારામાંના સર્વ મહોટામાં મહોટા ને ડાહ્યામાં ડાહ્યા,-સર્વ, જે ખરી રીતે ને ખરી જિજ્ઞાસાથી ગુહ્યાગારનો ઉમરો ઓળંગી ગયા છે, તેમને પ્રથમનો અતિવિકટ પાઠ એજ શીખવો પડ્યો છે કે ગુહ્માગારના વિકટ રક્ષક આ ક્તબીજનો પરાજય કરવો. જાણ કે એ ભયંકર આંખોમાંથી તું મુક્ત થઇ શકશે. જ્યાં સુધી તે તારો કેડો મૂકતી નથી ત્યાં સૂધી, જો તે દૃષ્ટિએ પ્રેરેલાં વિકાર પ્રલોભન અને ભય તેનાથી તું દૃઢ રહી ડગશે નહિ તો, તને કશી હાનિ થવાની નથી. ભયમાંજ તારૂં મરણ છે, નિર્ભય રહીશ તો થોડામાં સારો થઈ જઈશ. જ્યારે એ આંખો તારી સમીપ ન દેખાય ત્યારેજ તેનું વધારેમાં વધારે ભય સમજજે, અને આટલું કહી, રે પામર જંતુ ! આપણે છૂટા પડીએ છીએ, તને પ્રોત્સાહન આપી, ચેતવણી દ્વારા તારો માર્ગ બતાવવામાં મારો જે ધર્મ હતો તે મેં આ પ્રકારે બજાવ્યો છે. જે વિષમ વિપત્તિ તારા ઉપર આજથી હંમેશને માટે ગુજરી છે તે મેં આણી નથી, તેં તારે હાથેજ વહોરી છે, ને હું ધારૂં છું કે તેમાંથી તું હજી પણ મુક્ત થશે. ઉચ્ચ ભાવના અને નિર્ભય સત્ત્વ મનનથી તને લાભ થશે. જે જ્ઞાનનો હું ભક્ત છું તેને અનુસરી હું, જે ખરો જિજ્ઞાસુ છે તેનાથી, એક અક્ષર પણ છુપાવતો નથી; બાકી સામાન્ય વાતો કરી ખાનારને તે હું એક અગમ્ય કહોયડા રૂ૫ છું. માણસનું અવિનાશી સ્વતસ્ત્વ તેની સ્મૃતિશક્તિ છે, એટલે તેનો નાશ કરવાનું સામર્થ્ય મારામાં નથી; તે તારા સ્મરણમાં જે સંસ્કાર નોંધ્યા છે તે ટળી શકવાના નથી. તું પોતે જ તે સંસ્કારોને મહાપ્રયાસે કરી ઉચ્ચતાનું વલન આપશે તે તારૂં જીવિત હજી પણ સુધરી શકશે. સાધારણમાં સાધારણ શીખાઉ આ કિલ્લાને ધૂળ કરી નાખે, કે પેલા પર્વતને સુવાડી દે; પણ મહોટા મહાત્માને પણું એવું સામર્થ્ય નથી કે પોતે પ્રેરેલા એક પણ વિચારને તે ‘જતો રહે’ એમ કહી શકે. તે વિચારને તું નવા નવા આકાર આપી શકે, તેને શુદ્ધ અને ઉત્તમ બનાવી કોઈ ઉત્કૃષ્ટતાએ લઈ જાય; પણ