આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩
રક્તબીજ કેમ શમે ?

આપી રામ રામ કહીને ચાલતો થયો ત્યારે, લાલાજીનું મન કાંઈક વધારે ગંભીર અને વિચારગ્રસ્ત થયું. ત્સ્યેન્દ્રે કહ્યા પ્રમાણેજ પેલા રસાયનની અસર થઈ. લાલાજી આમ તેમ ફરતો ફરતો, ઘડીમાં ભવ્ય ખંડેરો તરફ, ઘડીમાં પોતાના ઓરડાની ભીંતો તરફ, ઘડીમાં બહારની વિશ્વલીલા ઉપર, નજર ફેંકતો હતો, તેમ તેમ એના મગજમાં કોઈ ભવ્ય સાહસ, કોઈ અતુલ પરાક્રમ, સાધવાના અનેક તરંગો ઉભરાતા હતા.

ત્સ્યેન્દ્ર મને પોતાનું જ્ઞાન આપવાની ના પાડે છે ! અસ્તુ, પણ મારો હુન્નર તે કાંઈ એણે લઈ લીધો નથી !”

“ત્યારે શું લાલાજી ! જ્યાંથી આરંભ કર્યો ને ત્યાંજ તું પાછો જાય છે ? ગુલાબસિંહે જે ભવિષ્ય ભાખ્યું હતું. તેજ ખરૂં ઠર્યું !!

આવો વિચાર કરી ફરતે ફરતે લાલાજી ગુરુ ત્યેન્દ્રના ઓરડામાં આવી પહોંચ્યો — તો ત્યાં એક કુલડી સરખી પણ પડી ન હતી, એક સૂકો છોડ સરખો પણ દિવ્ય વનસ્પતિસમૂહમાંનો ત્યાં હાજર ન હતો. પેલો ભવ્ય ગ્રંથ પણ ક્યાંએ જતો રહ્યો હતો, પેલુ રસાયન અદૃશ્ય થઈ ગયું હતું ! આમ છતાં પણ એ ઓરડામાં કોઈ અપૂર્વ ભવ્યતાનો મંત્ર વ્યાપી રહ્યો હોય એમ લાલાજીને લાગ્યું. તેની અસરથી એના મનમાં કાંઈક નિર્માણ કરવાની, કાંઈ પ્રાપ્ત કરવાની, જે ઈચ્છા જાગ્રત્ થઈ હતી તે બલવતી થવા લાગી — ઈંદ્રિયગ્રાહ્ય વિષયસુખની પારની કોઈ સ્થિતિ માટે વૃત્તિ ખેંચાવા લાગી — નિરંતર ટકે તેવું કાંઈ કરવામાંજ પ્રતિભા પોતાને અમર કરી શકે છે, તેજ તેનું નિત્ય જીવન છે, તેની તરફ લાલાજી ! તારૂં મન આકર્ષાવા લાગ્યું.

પણ તારી વૃત્તિને તું તારા બુદ્ધિબલના વેગથી કાંઈક કરીને સંતોષે તે માટેના સાધન ક્યાં છે ? તારી પીંછી, તારાં કચોલાં, તારા રંગ ક્યાં છે ! એ હરકત કશા હીસાબની નથી – ખરા પ્રતિભાવાળા નરોએ સાધનોના અભાવની દરકાર કરી છેજ કયારે ? તું હવે તો તારા પોતાના ઓરડામાં પાછો આવ્યો છે – સાફ ધોળેલી ભીંત તેજ તારો ચિત્રપટ છે, કોયલાનો એક કટકો તારી રંગભરી પીંછી છે. એટલા થકીજ તારી કલ્પનામાં ઉદય થતા ચિત્રની આકૃતિમાત્ર પણ આલેખી સ્થિર કરી શકાશે — નહિ તો પ્રાતઃકાલ સુધીમાં તો તે ક્યાંએ ગુમ થઈ જાય.

આ પ્રકારે એ ચીતારાના મનમાં જે તરંગ ઉઠ્યો હતો તે ખરેખર ભવ્ય અને ઉન્નત હતો. ધર્મરાજાની સભામાં યમદૂત પ્રેતને લઈ આવે છે, અને