આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
ગુલાબસિંહ.

બીજે દિવસે લાલાજી એ ખંડેર મૂકીને નાઠો આકાશ પર્યંત ગતિ પ્રાપ્ત કરવાના કેવા મહા ઉત્સાહથી એણે એમાં પ્રણેશ કર્યો હતો અને જીવના પર્યંત ન ભુલાય અને પશ્ચાત્તાપ તથા ક્લેશ સાથે સ્મરણ કરવા પડે એવા શા અનુભવથી એને એ સ્થલ મૂકવું પડ્યું !


પ્રકરણ ૨ જું.

બે મિત્ર.

ટાઢ ઘણી પડે છે, શગડીનાં લાકડાંને ખંખેરો; અંગારા જાગ્રત કરો, દીવો સંકેરો. વાહ ! શી સુખાકારી, શાન્તિ અને વ્યવસ્થાનું રમ્યસ્થાન ! ધન્ય છે તને — ખરી દુનીયાંદારીની જ તું મૂર્તિ છે !

છેલ્લા પ્રકરણમાં જે વૃત્તાન્ત કહ્યો તે સમય પછી થોડાક સમય ઉપરની વાર્તા આપણે અવલોકીએ છીએ. આપણે હવે ક્યાં આવ્યા છીએ ? ચંદ્રપ્રકાશમાં રમતા ગંગાતરંગને કાંઠે નહિ, કે નહિ ભવ્ય અને ભયપ્રેરક ખંડેરોની અગાધ ભવ્યતાને આરે, — આપણે અત્યારે તો વીશ ગજ લાંબા અને પંદર ગજ પહોળા દીવાનખાનામાં ઉભા છીએ — બીછાનાં, ગલીચા, ગાદી, તકીયા, ચાદરો, રોશની, ભીંતો ઉપર ભાત ભાતના ચિત્રના તકતા, એ બધાં લાગી રહ્યાં છે ત્યાં દાખલ થયા છીએ. શેઠ રામલાલ કોટા શહેરના મુખ્ય સરાફ ! ખરેખર તું ઠીક ફાવ્યો છે ! તારી સ્પર્ધા કોઈને પણ કરવાની ઈચ્છા થાય એવી મારી સ્થિતિ છે ! પૈસાની છોળોમાં રમતાં તું પૈસાનેજ પરમેશ્વર માની કશાનો હીસાબ ગણતો નથી, બધુ પૈસાને નમે છે, વિદ્યા, કલા, ચાતુરી બધું પૈસાની હેઠે છે, એમ માની મહા શઠ અને અભિમાની થઈ ગયો છે. લાલાજી તને કોઈ વાર સાંભરે છે પણ તું પોતે જેવો ફાવ્યો તેવો એ ન ફાવ્યો એટલોજ વિચાર તારા હુંપદને સંતોષ ૫માડી તારા મનમાંથી ચાલ્યો જાય છે.

દિલ્હી તરફ રખડી આવ્યા પછી નામું ઠામું તપાસી કાબેલ થવા માટે પ્રયત્ન કરવાનું રામલાલને ફાવ્યું, અને એના પિતાના મરણથી એને એક સારી નામાંકિત પેઢીમાં મુનીમની જગો મળી, આ પેઢી તેના કાકાની હતી અને તેને પેટ સંતાન હતું નહિ એટલે ચારે દહાડે તેનો માલિક પોતે થયો. રામલાલે આ પેઢીને ઉત્તમ પંક્તિએ લાવવાના પ્રયાસમાં કશું બાકી રાખ્યું નહિ. એક