આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
ગુલાબસિંહ.

થતો. એનો મીજાજ ગરમ ન હતો તોપણ ગુસ્સે થાય ત્યારે જોઈએ તેટલી ગરમી તે બતાવી શકતી. ધીમેથી ગંભીરતા સાથે રામલાલને અડાવતી, પોતાના ગુણની વાત તેને સંભળાવી દબાવતી, પોતાના કાકાનો મરતબો અને તેની ત્રીશ હજારની દોલત જે તે લાવી હતી તેનું તાનું મારતી–પરંતુ રામલાલ પણ ખુશમીજાજી માણસ હતો એટલે પોતાની ભૂલ કબુલ કરી ગુણને વખાણતો, એટલે સમાધાન થઈ જતું.

ઘેર ઘેર માટીના ચૂલા, બૈરાં ભાયડાને ઠીકાઠીક તો ન જ ચાલે, પણ રામલાલના ઘરમાં થોડામાં થોડા કજીયા થતા. રામલાલની વહૂને ભપકાદાર સાડીઓ, અને કીનખાબની ચોળીઓનો, કાંઈ ભારે શોખ નહોતો, તેમ કંગન, તુશી, હાંસડી, ટુંપીઆ, કડાં વગેરેનો પણ ભભકા ખાતર આગ્રહ ન હતો, તથાપિ પોતાની પ્રતિષ્ઠા અને પોતાના ઘરની આબરૂ સચવાય એટલાં લુગડાં ઘરેણાં વિના તેને ચાલતું નહિ. એટલે એકની એક જાતનાં લુગડાં ઘરેણાં રાત દિવસ શરીરે ભરવી મૂકવામાં હલકાઈ કે ગરીબાઈ સમજતી હતી, તેથી સવારે બપોરે ને સાંજે ત્રણ જુદા જુદા પોશાખ અને જુદાં જુદાં ઘરેણાંની જણસો પોતે પહેરવાની કાળજી રાખતી. ઉઠીને દાતણ કરે ત્યારે એક હોય તો જમીને બદલે તે વખત બીજી થાય અને સાંજે દેવદર્શન કે છેડા બેસણે જતાં ત્રીજું ધારણ કરે. તેની કન્તિ પણ સારી હતી. પરંતુ તેના લાંબા નાકને લીધે તે હતી તે કરતાં જરાક વધારે ઘરડી જણાતી હતી. એને ધર્મ ઉપર સારી શ્રદ્ધા હતી, બે આંકડા ભણેલી હતી એટલે ગીતા તથા વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરતી કે દેવ મંદિરમાં જઈ રામાયણ કે ભાગવતની કથા સાંભળતી એમાં પણ પ્રતિષ્ઠાની વાત મુખ્ય હતી.

શીયાળાની પોષ મહીનાની ટાઢ પડવા લાગી હતી એવે સમયે રાત્રીએ આ જોડું ગામ બહારના મહાદેવનાં દર્શન કરી ઘર આગળ આવીને શગડીએ તાપતું બેઠું છે. બાઈ એક તરફ બેઠાં હતાં ને ભાઈ એક તરફ બેઠા હતા.

“ખરેખર પ્યારી | લાલો ગમે તેવો ગાંડીઓ હતો તો પણ ઘણોજ વહાલો લાગે તેવો અને પ્રેમાલ સોબતી હતો. તને એ ઘણોજ પસંદ પડત- બધી સ્ત્રીઓને પસંદ પડતો.”

“ચાલો ચાલો આવી તે વાત કેવી ! માફ કરજો, પણ બધી સ્ત્રીઓને પસંદ પડતો એટલે શું ?”