આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧
અંબિકા.


“ભૂત ! કે ધૂર્ત ! છેવટે પણ તું મળ્યો ખરો !”

“મેં આવું કહ્યું કે એ પુરુષ ઉઠ્યો, ને હું એની પાછળ પાછળ ચાલવા લાગ્યો તેવામાં એણે મોઢા ઉપરથી બુરખો કાઢી નાખી મારા સામું જોયું તો ત્સ્યેન્દ્ર !! એની શારી નાખે તેવી દૃષ્ટિ અને ભવ્ય આકૃતિથી હું તો જ્યાં હતો ત્યાંજ સ્તબ્ધ થઈ ગયો. એણે કહ્યું “હા — હું તને મળ્યો ખરો, પણ મેંજ આ મુલાકાતનો યોગ આણ્યો છે એમ જાણજે. તેં મારી શીખામણ કેટલી પાળી છે ! આત્મવિદ્યાના ઉમેદવારે, પેલા કરાલ રક્તબીજના પાશમાંથી મુક્ત થવા સારુ, આવી મંડળી અને આવાં સ્થાનમાંજ વિચરવાનું છે ! આત્મવત્ સર્વ એ ભાવ અનુભવવાની ઈચ્છા કરનારને શોભે તેવાંજ વચનો ! સ્વચ્છંદ પ્રેમ ! સ્વતંત્ર આનંદ ! તારા મોંમાંથી નીકળવાં જોઈએ !”

“પણ તે તારોજ દોષ છે’ મેં કહ્યું ‘જે ભૂત તેં મને વળગાડ્યું છે તે લેઈ લે ! મારા આત્માને જે ત્રાસ આપે છે તેનાથી મારો છૂટકો કર.’

ત્સ્યેન્દ્ર એક ક્ષણવાર મારા સામું જોઈ રહ્યો, હૃદયશૂન્ય અને અતિ વિદ્વેષયુક્ત તિરસ્કાર ભરી દૃષ્ટિએ જોઈ રહ્યો, અને બોલ્યો : “નહિ નહિ, તારી પોતાની ઈંદ્રિયોથી મૂર્ખ બનેલા અંધ ! શ્રદ્ધાહીન જ્ઞાન જે પ્રકારે માયાના વિકટ માર્ગમાં અથડાય છે તેનો તને પૂર્ણ અનુભવ થવો જોઈએ. તારે છૂટ અને સ્વતંત્રતાનો વખત જોવો છે ! જા તે તું જોઈશ; તે સમય લાવવામાં તું પણ એક-ક્ષુદ્ર પણ એક — સાધન થઈશ, હું આ તને કહું છું તે વખતે પણ તારા ભાગ્યનો નિયંતા રક્તબીજ તારી પાસેજ ઉભો છે એમ દેખું છું; એનું સામર્થ્ય મારા સામર્થ્ય કરતાં તારા ઉપર અધિક છે. જે મંડલવ્યવસ્થા, જે રાજ્યપદ્ધતિ, તુ બંધનરૂપ માની ખોટી ગણે છે તેના પરચક્રાગમનથી ટુકડે ટુકડા થઈ જશે; તે અંધાધુંધી અને અવ્યવસ્થાના વિકરાલ સમયમાં તને જે વળગાડ છે તેનો અવધી આવશે, ત્યાં સુધી ધીરજ રાખ.”

“આટલી વાત થઈ તેવામાં પેલા દારુડીઆઓ તોફાન કરતા બહારથી અંદર દોડતા આવ્યા, તે આમ તેમ લથડતા લથડતા મારી અને ગુરુની વચ્ચે આવી ધબોધબ પડવા લાગ્યા. હું સ્ત્યેન્દ્રથી જુદો થઈ ગયો, તુરતજ મેં તેને ખોળવા પ્રયત્ન કર્યો, પણ તે કહીં જડ્યો નહિ. બીજે દિવસે, ત્રીજે દિવસે, અઠવાડીઆ સુધી, મેં, ગામમાં, બહાર, સર્વત્ર શોધ કર્યો પણ નિષ્ફલ ! જુઠી ગમતથી નિર્વેદ પામી મને યોગ્ય હતા તેવા ઠપકાથી જરા અક્કલ ઠેકાણે લાવી, વિચાર કરતાં, મને એમ લાગ્યું કે મારી જન્મભૂમિની શાન્ત હવામાં મને ઠીક પડશે, અને હું