આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
ગુલાબસિંહ.

“ ખરેખર, ગુલામરૂપે જ તમારી સેવા કરવા આવ્યો છું. આજ્ઞા કરો. આ સ્ત્રીઓનું કકળાણ સાંભળો; તમારી પ્રિયતમાની ચીસ જોઇ — સાંભળી ! તારા આવાસ ઉપર અત્યારે યમરાજે છાપો મારેલો છે, તારો શંકર કોણ જાણે ક્યાં ઉંઘે છે. જ્યાં વાસનાના ધૂમ્રથી અને રાગની ધૂણિથી તૃતીય નેત્રનો પ્રકાશ બુઝાઈ ગયો ન હોય ત્યાંજ દિવ્ય જ્યોતિમય સત્ત્વો પ્રત્યક્ષ જણાય છે. પણ હું—રક્તબીજ—તેવો નથી, તને પણ સહાય થવા તત્પર છુ.” આવી વાર્તા થતી હતી તે જ સમયે ગુલાબસિંહને પણ હૃદયમાં એવો આઘાત થયો કે જાણે મા મને બેલાવે છે, મને ઉગારો, બચાવો એમ વિનંતિ કરે છે.

“ અરે મા ! મારાથી તને હવે કાંઈ થઈ શકે એમ નથી” ગુલાબસિંહે બહુ આવેશથી કહ્યું “ તારા ઉપરના પ્રેમથી મારી પાંખો ખરી પડી છે.”

“ ના નથી ખરી પડી; એને ઉગારવાની કલા હું તને બતાવું-ઉપાય તારા હાથમાં જ ઉતારી આપું.”

“ મા અને બાલક બન્નેને માટે !”

“ હા બન્નેને માટે.”

મહાત્માના અંગમાં એક જબરો આંચકો આવી ગયો, નાનું બાલક ધ્રુજે તેમ, અંતરાત્મામાં ચાલતા વ્યગ્રતાના કોલાહલથી, આખે શરીરે ધ્રુજવા લાગ્યો. પ્રસંગની જરૂર અને માનુષબુદ્ધિનું બલ એ બે છેવટ વિજય પામ્યાં, જો કે આત્માએ હા પાડી નહિ.

" મારે કબુલ છે. માતા અને બાલક—ઉભયને ઉગાર.”

********

એક અંધારા ઓરડામાં માને રાખવામાં આવી હતી, ત્યાં તેને પ્રસૂતિકાલની તીવ્ર વેદના રોવરાવતી હતી, ચીસ પડાવતી હતી અને પ્યારા ગુલાબ ! એવું વારંવાર બોલાવતી હતી. મરણ અને જીવન વચ્ચે ઉત્કટ સંગ્રામ ચાલી રહ્યો હતો, એક કાચે તારે જીવન લટકી રહ્યું જણાતું હતું. વૈદ્ય વારંવાર જોવરાવતો હતો, વળી ઘડીમાં નજર કરતો હતો. વૈદ્યે કહ્યું “હવે બૂમો ઓછી થઈ ગઈ છે, નાડી તૂટી છે, પાંચ પચીશ પળમાં થઈ રહેશે !”

મૂર્ખ ! એજ પળો તારો ઉપહાસ કરે છે; વિશીર્ણપ્રાય શરીરમાં હવે પ્રકૃતિએ જીવનનો પ્રકાશ વધારે જાગ્રત્ કરવા માંડ્યો છે. શ્વાસ ધીમો પડ્યો ને નિયમિત થયો, ત્રિદોષ શમવા લાગ્યો–મા પ્રસન્ન વદને સ્વપ્નમાં પડી. એને એવું