આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪
ગુલાબસિંહ.

સૂચના છે કે સાધનચતુષ્ટય છતાં મલિન સંસર્ગથી સર્વથા દૂર રહેવું તેનું તત્ત્વ પણ એ ઉદ્દેશાનુસાર છે. માણસો એમ માનતાં આવ્યાં છે કે પલિતો સાથે સંસર્ગ થયા પછી તેમનીજ યોનિમાં જઈ અધોગતિ પામવી પડે છે, શું માણસો એમ માને છે કે એક અલ્પ જીવનમાં એવો સંસર્ગ થવાથી અનન્તભવ બગડે ? એવાં ક્તબીજ પ્રમુખ પિશાચને વિવેકખ્યાતિ થતી નથી. મનુષ્યને થાય છે, એટલે પોતાના ભાવિનો નિર્ણય તો મનુષ્યજ કરી શકે, અન્ય નહિ. ત્યારે યદ્યપિ મેં આ પિશાચ ગણના મુખ્ય ક્તબીજ પાસેથી મૃત્યુને હઠાવવાના પ્રભાવવાળું દાન લીધું છે, તથાપિ શું હું એમ ન માની શકુ કે હજી મારામાં એ પલિતના અધિકારમાંથી મુક્ત થવાનું સામર્થ્ય છે ? ત્સ્યેન્દ્ર સ્પષ્ટ ઉત્તર આપ, કેમકે મારી ચોપાસ જે અંધકાર વીટાયલો જણાય છે, તેમાં મને મારા બાલકની વિશુદ્ધ દૃષ્ટિ વિના અન્ય કાંઈ દેખાતું નથી. મારા હૃદયના ધબકારા વિના બીજું કાંઈ સંભળાતું નથી. અહો ! પ્રેમશૂન્ય જ્ઞાનના ધણી ! યથાર્થ ઉત્તર આપ.

મત્સ્યેન્દ્રે ગુલાબસિંહને લખેલું પત્ર


સ્થલ, શ્રીનગર.
 

પતિત મિત્ર ! તારા ભાવિમાં દુઃખ, હાનિ, મરણ, એ વિના બીજું કાંઈ મને જણાતું નથી. અરે ! તેં પણ છેવટે શિવસ્થાન મૂક્યું ! અનામિક સત્ત્વો જે કેવલ વિશીર્ણ થઈ તને માર્ગ આપતાં તેજ એવાં દૃઢ થઈ શક્યાં કે તેમના ઉપર તું અથડાઈ પડ્યો ? તે આપેલો શિષ્ય જ્યારે મારા હિમાલયના સ્થાનમાં ભાન ખોઈ મરણતોલ થઈ પડ્યો ત્યારે મને તો ખબરજ હતી કે એનો આત્મા આવા જ્ઞાન માટે યોગ્ય થયો નથી, કારણ કે ભય છે તેજ મનુષ્યને પૃથ્વી તરફ ખેંચીને બાંધી રાખે છે. જે ભય પામે છે, જેનામાં સાહસ નથી, તે ઉડી શકતાં નથી. પણ તું સમજતો નથી કે પ્રેમ એટલે ભય ? –પ્રેમ કર્યો ત્યાંથીજ તારું સામર્થ્ય ગયું.

પ્રેમ અને ભય વચ્ચે તું ભેદ શા માટે માને છે ? હૃદયના પ્રકાશમાંથી જો કે સર્વ વિશુદ્ધિ ઉદ્ભવે છે તથાપિ એકલા હૃદયને જ વશ થવું એ અંધતા છે. હૃદય પણ હૃદયને ઓળખે, પોતે પોતાને જાણે, તે અર્થે જ્ઞાનના પ્રકાશની અપેક્ષા છે. જે શંકા અને ભયથી હૃદયનો પ્રદેશ સંકોચ પામે છે તેમનો સમૂલ વિનાશ સાધવાને જ્ઞાનના અગ્નિની જ્વાલા આવશ્યક છે. જ્ઞાનનો માર્ગ તને શુષ્ક જણાય છે, ને તું હૃદયાનુગામી થઈ કાન્તિ, સૌંદર્ય, સ્વાર્પણ એવી