આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૧
ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલું પત્ર.

રાખવામાં આવી છે, એવી અકાસ્મિક રીતે, એવી ગુપ્ત રીતે, એ નાશી ગઈ છે કે ગયાજીના નિપુણમાં નિપુણ રાજરક્ષકો પણ એની કશી બાતમી લાવી શક્યા નથી. મેં બધે જોયું–દિલ્લીમાં એનું ઘર છે ત્યાં તપાસ કરી–પણ વ્યર્થ ! આપણી વિદ્યાની બધી કૂચીઓમાંની એકે મારે કામ આવી નથી, એના આત્માનું દર્શન મારો આત્મા પામી શક્યો નથી, છતાં રે અપુત્ર ! એકાન્ત ! મને મારા બાળકનું પ્રત્યક્ષ ભાન રાત્રિદિવસ થયા વિના રહ્યું નથી. એ સંબંધ ઘણો ગૂઢ અને વિલક્ષણ છે. આપણી વિદ્યાથી જે પ્રાપ્ત થયું તે સ્વાભાવિક વિશ્વનિયમે કરી આપ્યું છે ! પિતાના નિતાન્ત વાત્સલ્યમય હૃદયને ગમે તેટલા દેશકાલથી પણ પોતાના પુત્રથી ભિન્ન કરી શકાતું નથી ! મારી આંતરદૃષ્ટિમાં તેના આવાસનું સ્થાન, તેનો દેશ, કશું પ્રતીત થતું નથી, જેને હજી દેશકાલનું ઓળખાણ કરવાનું છે તે તરુણનું દર્શન જ આનંદ ઉપજાવે છે, કેમકે જે હજી બાલક છે, જનહૃદયના સારા નઠારા ભાવથી અજ્ઞાત છે, તેને કોઈ દેશ કે સ્થાન પોતાનું નથી, તેનો આત્મા બધી સૃષ્ટિનો ને બધા સ્થાનનો નિવાસી છે. માટેજ અનન્ત દિક્‌પ્રદેશમાં મારા આત્મા સાથે તેનો આત્મા મળે છે– પુત્ર પિતા સાથે એકતા પામે છે ! પણ અરે પાષાણુહૃદયે ! અવિશ્વાસમાં ફસાઈ ત્યાગ કરી જનારી ! જેને માટે મેં અનન્ત જ્ઞાનના ભંડારની કૂંચી તૃણવત્ ત્યજી દીધી, જેના પાણિનું ગ્રહણ કર્યાની પહેરામણીમાં મનુષ્યભવને સુલભ એવાં ભય અને નિર્બલતા પ્રાપ્ત કર્યાં તેને જ એવો વિચાર આવ્યો કે એ મારા પુત્રના તરુણ આત્માને હું જે સ્વર્ગપ્રતિ દોરી જઈશ ત્યાં ભય છે !! હું માર અત્માનેજ હાનિ કરત એમ તેં ધાર્યું ! તને એટલું પણ જણાતું નથી કે જે આત્માને મેં આવિર્ભાવ પમાડ્યો છે તેની દૃષ્ટિમાં, તું તેને આ જ કેદખાનામાં બાંધી રાખવા ઈચ્છે છે તે ઈચ્છાની સામે, તિરસ્કાર, ચેતવણી, અનાદર, ભરેલાં છે. તને એટલી પણ ખબર નથી કે રોગ અને મોતના મોંમાંથી મેંજ એને દૈવીપ્રસાદથી ઉગાર્યો છે? અરે, એજ ભવ્યકાન્તિના પવિત્રદ્વારથી તારા આત્માને પણ મારા આત્મારૂપ કરવાનો મેં માર્ગ સાધ્યો છે !

પૂજ્ય ગુરુદેવ ! પ્રેમનો આવેશ મને આ રીતે બોલાવે છે, ત્યારે ગુરુ છતાં તું મારો મિત્ર છે, તને ન કહું તો કોને કહું? અનંત જ્ઞાનના વૈભવને ત્યજી પ્રેમના સુખને હવે–સમજાતા તુચ્છ સુખને–શોધવામાં જે ફલ થયું છે; ક્ષુદ્ર માનુષસ્વભાવ અધિકાર વિના ઉચ્ચતા પામી અમર નજ થાય એવી આ અવિશ્વાસના ક્રૂર કર્મથી ખાતરી થતાં, પ્રેમદ્વારા મારા જેવીજ અમરતા સુધી એને લઈ જવાની મારી આશા વ્યર્થ થઈ છે; એ સર્વથી મને આવા