આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૬
ગુલાબસિંહ.

આવવા સમર્થ થઈ હતી તેને થયો ન થયો કરવા ઇચ્છતી ન હતી, વેગ અદ્યપિ અસ્ત થયો હતો તથાપિ વહેમ નિવૃત્ત થયો ન હતો. મેં મારા બાલકને મહા ભયમાંથી ઉગારી આણ્યો છે એમ એ હજી પણ નિશ્ચયપૂર્વક માનતી હતી. લાલાજીની બહુ ભેદ ભરેલી હોય તેવી બનાવેલી વાતોથી આ નિશ્ચય દૃઢ થયો હતો; અને લાલો પોતેજ એ ભયમાંથી કેવો બચી આવ્યો હતો તે વાત કહી સાનુભવ સાક્ષી આપતો તેથી માની શ્રદ્ધા તેના વચન ઉપસ્થી ખસતી ન હતી. એટલે તેને પશ્ચાત્તાપ થતો ન હતો. પણ ઈચ્છામાત્રજ જાણે જતી રહી હોય તેવી તે સ્તબ્ધ બની ગઈ હતી.

સંસારના વિકટ વ્યવહારમાં શાં શાં દુ:ખ પડે છે તેનો અનુભવ આ બાલાને પ્રથમ પહેલો આ સ્થાને થવા લાગ્યો. કાવ્ય અને સંગીતનો આત્મા જ્યાં શબ્દરૂપે આવિર્ભાવ પામે છે એવા, માએ પોતાના બાલ્યવયમાં ચલાવેલા, ઉદ્યોગમાં તો, કોઈ એવો વેગ ચઢેલો રહે છે કે તે વેગને લીધે કોઈ સાધારણ ધંધાના કષ્ટ કરતાં એ ધંધો અતિ ઉન્નત અને ઉત્તમ લાગે છે. ગાન અને નાટ્યકલાનો પ્રદેશ પ્રત્યક્ષ કરડો વ્યવહાર અને પરોક્ષ પણ મૃદુ સુખમય ભાવના તેના પ્રદેશની વચ્ચે જ રમ્યાં કરે છે. ભાવનાનો પ્રદેશ જેમ જેમ વ્યવહારના પ્રદેશને દબાવતો જાય છે તેમ તેમ ભાવનામાંજ વિલસતી વ્યક્તિઓ વ્યવહારમાં અનેક ભૂલો કરે છે, અનેક કષ્ટ પામે છે, વ્યવહારકુશલ લોકનાં નિંદા ઈર્ષ્યા આદિને પાત્ર થાય છે. કોઈ સન્યાસી થઈ વ્યવહારની વિષમતા ભુલવા મથે છે, કોઈ માની પેઠે વ્યવહારના ત્રાસમાં ને ત્રાસમાં એકે ન સાધી શકતાં પરમ ક્લેષ વહોરે છે,

જે દિલ્હીનાં ચક્ષુ અને શ્રોત્ર જેને નિરંતર પૂજ્યાં કરતાં તેજ દિલ્હીમાં અત્યારે તે મૂર્તિના અધિકારમાં તે સમયે બલ આપતી ભાવનાનો આધાર રહ્યો નથી. કામમય પ્રેમસુખના ઉન્નત પ્રદેશમાં વિચરતાં એને એમ લાગ્યું હતું કે અન્યના ભાવનું અનુકરણ કરવા કરતાં, એ પ્રદેશમાં તે પોનેજ ભાવરૂપ થઈ જવાય છે. પણ અરે ! વળી પાછી તું અન્યની સ્તુતિ નિંદા ઉપર આધાર રાખવા સારું એ ઉચ્ચ પ્રદેશમાંથી ઉતરી, જેને કામમૂર્તિ માને છે તેને બેવફા થઈ ! હા, એજ સમય હવે આવ્યો. લાલાજી જે કાંઈ આપે તે લેઇને પોતાનું ગુજરાન કરવું એ વાત મા સ્વીકારે તેમ ન હતું. એટલે પોતે પોતાનાથી બને તેવાં નાનાં મહોટાં કામ કરીને ગુજારો કરતી, અને જેમ તેમ કરી પોતાના બાલકને ઉછેર્યો જતી.