આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૭
પશ્ચાત્તાપના અંકુર.

બાલક પણ પોતાના પિતાનું ખરેખરૂં વૈરજ વાળતો હોય એમ કરતો. એ દિવસે દિવસે ભવ્ય અને તેજોમય થતો ચાલતો હતો, અને જાણે એની માતા કરતાં કોઇ અન્ય સત્ત્વ એને રક્ષતું ને પોષતું હોય તેમ વિલક્ષણ કાન્તિ વિસ્તારતો હતો. નિદ્રા લેતો ત્યારે એવી ગાઢ સુષુપ્તિમાં ઉંઘતો કે વજ્રપાતનો ટંકારવ થાય તો પણ જાગે નહિ, છતાં એ રીતે ઉંઘતો ઉંઘતો પણ જાણે કશાને ભેટતો હોય તેમ હવામાં હાથ ઉંચા કરી બાથ ભરતો, વારંવાર એના હોઠ હાલતા અને કાંઈક બોલતા (પણ તે બધું માને માટે નહિ, ) અને એ બધી વખત એના ગાલ ઉપર કોઈ દિવ્ય પ્રકાશ ઝળકી રહેતો, એના મુખ ઉપર કોઈ ગૂઢ આનંદનું સ્મિત છવાઈ રહેતું. એ જાગતો ત્યારે એની દૃષ્ટિ પ્રથમે એના ઉપર પડતી નહિ. ચોપાસ કાંઈક ખોળતી હોય તેમ ચલવિચલ ફરતે ફરતે, છેવટ તે આવીને મા ઉપર ઠરતી. પણ તે સમયે જાણે અવાચ્ય ખેદ અને ઉપાલંભથી ભરેલી હોય તેવી જણાતી.

માને સર્વે કોઈ વાર સમજાયું ન હતું કે ગુલાબસિંહ માટે પોતાનો પ્રેમ કેવો મહાન અને પ્રગાઢ છે. જેનાથી તે વિખૂટી પડી હતી તેના અભાવરૂપી પ્રચંડ અગ્નિમાં તેની આશા, તેનું જીવન, તેનો પ્રેમ, તેઓ રસ, રે ! તેનું હૃદય, બધાં દગ્ધ થઈ કરમાઈ ગયાં હતાં. નગરમાં ચાલતી ધાંધળ કે પાસેના યમુનાપ્રવાહનો ઘોંઘાટ કશાનું તેને ભાન ન હતું. એમ ભાનવિનાની, જ્ઞાનશૂન્ય એ અબલા દિવસ નિર્ગમતી હતી, વાઘના મોઢામાં જ તેનું માથું છે તેની લેશ પણ તેને પ્રતીતિ હતી નહિ.

ઓરડાનું બારણું ઉઘડ્યું અને લાલાજી અંદર આવ્યો, નિત્ય કરતાં આજ તે ઘણો ઉશ્કેરાઈ ગયેલો જણાતો હતો.

"કોણ ! લાલાજી !” માએ પોતાના મૃદુ પણ ખાલી શબ્દે કહ્યું “હું તને આવવો ધારતી હતી તે કરતાં તું વહેલો આવ્યો !

“દિલ્હીમાં વહેલા મોડાની વાત કોણ કહી શકે એમ છે ? હું આવ્યો છું એજ બહુ છે. આવા મહાભયના સમયે પણ તારી ઉદાસીનતા મને બહુ ખેદ પેદા કરે છે. જાણે કશું હોયજ નહિ એમ નીરાંતે તું “આવ”–“વહેલો આવજે" કહે છે, ખુંણે ખુંણે ચોર લોકો ફરતા ન હોય. અને ક્ષણે ક્ષણે ખૂન થતાં ન હોય, એમ તું તો નીરાતે બેઠી છે "

“ક્ષમા કરજે, પણ મારૂં જગત્ તો આ ચાર ભીંતોની વચમાંજ છે. તું જે જે વાત મને સમજાવે છે તે મારે ગળે ઉતરતી નથી, આના (–બાલક તરફ બતાવીને) વિના બધું મને તો નિર્જીવ જ લાગે છે, એવું નિર્જીવ લાગે