આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૧
પ્રેમ અને વૈર.

“ અરે રામ ! હાય, હાય, મારી શી વલે ! ”

“ ખબરદાર ! રામ શું અને ભીમ શું?” — ત્યારે તો તું પણ કોઈ રાજદ્રોહી જણાય છે !”

“ના ભાઈ ના, એ તો મને નઠારી ટેવ પડી છે તે અજાણતાં પણ બોલાઈ જાય છે !”

“એ રજપૂત એની પાસે ક્યારે આવે છે ?”

“દહાડામાં એક વાર તો આવ્યા વિના રહેતો નથી, કોઈ વાર બે ત્રણ વાર પણ આવે છે.”

આ સાંભળતાંજ પેલી ગોપિકાના મોમાંથી “મારો રોયો!” એમ ઉદ્‌ગાર નીકળી ગયો, અને એની આંખોમાંથી અગ્નિ ઝરવા લાગ્યો.

પેલા માણસે કહ્યું “એ તો કોઈ વાર કહીં જતી નથી, બધો દહાડો બેઠી બેઠી કાંઇને કાંઈ કામ કર્યા કરે છે, અને એના છોકરાને રમાડ્યાં કરે છે.”

“છોકરો !”

એટલું બોલતીજ ગોપિકા બંદાને વટાવીને ધસમસી ઘરની અંદર કૂદકો મારીને પેશી ગઈ, બંદે તેને છેડો પકડી અટકાવવા યત્ન કર્યો, પણ છેડો તેના હાથમાં આવ્યો નહિ. નીસરણી એક સપાટે સાસભરી તે ચઢી ગઈ, અને હાંફતી હાંફતી પેલી ડાબી બાજુના બારણા આગળ જઈને અટકી. બારણું ઉઘાડુંજ હતું, એટલે અંદર પેઠી, ઉમરા ઉપર જરાક ઉભી, અને અદ્યાપિ પણ કાન્તિના પૂરમાં ઝગઝગતી વદનદ્યુતિ ઈઝંખવાઈ ગઈ, ઈર્ષ્યાના તાપથી વધારે કાળી પડી ગઈ. આટલી બધી કાન્તિ જોતાંજ એને પરમનિરાશા થઈ ગઈ. હવે લાલો મારો હીસાબ નહિજ પૂછે—પ્રયત્ન વ્યર્થ છે, એમ એને થઈ ગયું. માતા આ સમયે પોતાના પુત્રને ભોંય ઉપર ગાદીમાં સુવાડી તેના ઉપર વાંકી વળીને નમી રહી હતી, તેને ચુંબન કરતી હતી, રમાડતી હતી. અને તેનાં લાડમાં પોતાના વિદૂર ૫ડેલા પ્રિયતમની છાયા જોઈ મનમાં મકલાતી હતી:–પણ આ દર્શન જોતાંજ ગોપિકાને કાંઈનું કાંઈ થઈ ગયું, પોતે પ્રજાહીન—આ પ્રજાવાળી ? અરર ! અત્યારે ને અત્યારે આખો આવાસ સળગાવી નાખે તેવો ઉષ્ણ ઉસાસ એના મોમાંથી નીકળવા લાગ્યો, જગત્‌નો દ્વેષમાત્ર એના હૃદયમાં કેન્દ્રિત થઈ ભડભડાટ સળગવા લાગ્યો. એ ભડકાની ગરમીએ, કે પેલા ઉદાસની ઉષ્ણતાએ કોણ જાણે શાણે તે તો અમે કહી શકતા નથી. પણ તુરત માએ બારણા સામું જોયું,—જોતાંજ કોઈ અજાણી સ્ત્રીને, સાક્ષાત્, કાલિકાને,