આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
ગુરુનો આશ્રમ.

વાત તો એજ છે કે ત્યાં એક હાજી મુસલમાન ડોસો હતો તે કહે કે મેં એને સાઠ વર્ષ પર તો ક્કે જતાં ઈરાનમાં જોયો હતો.”

“થયું, થયું,” મીર બોલ્યો “થયું; એમાં કાંઈ માલ નહિ, મીયાંભાઈની વાતો ! આપણા અશ્વત્થામાનું એ એનું એજ કહે છે તો; પણ કાંઈ નહિ; ગપાટા ! જો આ હીરાની વીટીં ઘાસનું તરણું બની જાય તો તો એ બધી વાતો ખરી માનું. બાકી હું આ પ્રસિદ્ધ અમીરને મારો મિત્ર ગણુંછું અને એની આબરૂ ઉપર જે કોઈ હાથ નાખશે તો તે મારી આબરૂ ઉપર નાખ્યા બરાબર થશે.”

મીર પટાના દાવ ઘણા સારા જાણતો હતો; કોઈથી પણ હારતો નહિ. પેલા ગંભીર માણસને જો કે હમીરનો આત્મા પાપમાં ન પડે તેની ઘણીએ ચિંતા હતી, તો પણ પોતાના શરીરની ચિંતા આગળ તે વાત ભૂલી જઈ ચુપ થઈ જવું પડ્યું. મીર તરફ દયાની દૃષ્ટિ કરી, પોતે દરવાજામાં થઈને જુગારખાનામાં દાખલ થઈ ગયો ?

“જોયું કે ભાઈઓ !” મીર બોલ્યો “આ કાકાને મારી વીંટીની અદેખાઈ થઈ આવી હો. ચાલો તમે બધા આજ વાળુ મારી સાથે કરવાના છો. હું ખરેખરૂં કહુંછું કે મારા પ્યારા દોસ્ત ગુલાબસિંહ જેવો આનંદી, માયાળુ, અને ઉદાર માણસ તમે કદી પણ જોયો નહિ હોય.”

પ્રકરણ ૫ મું.

ગુરુનો આશ્રમ.

આ અજાયબ જેવા ગુલાબસિંહની પાછળ જતાં મારે દીલ્હી શેહેરને જરાવાર સલામ કરી લેવી પડશે. મારી પીઠ ઉપર, અથવા મારી કલ્પનાના ઘોડા ઉપર, પ્રિય વાચનાર ! તું બેશી જા; અને નીરાંતે ગોઠવાઈને બેશ; તને હું ચિત્ર વિચિત્ર વિશ્વચમત્કૃતિ જોવા લઈ જનાર છું; મેં આ ગાદી હવણાં નવીજ આણી છે; એક કવિ જે પરિપૂર્ણ આરામમાં આનંદ