આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
ગુરુનો આશ્રમ.

સાધતો નથી, પોતાના આત્માથી વ્યતિરિક્ત બીજું કાંઈ એને જણાતું હોય એમ લાગતું નથી; પણ બહારથી જે જણાય તે બધું તો માયારૂપ છે, અને જ્ઞાન તથા પુણ્યનો પ્રવાહ જગત્‌માં ચાલુ છે એતો સિદ્ધ વાતજ છે. આવા આ વિલક્ષણ માણસની ગુફામાં, એ તેમાં વશ્યો હશે ત્યાર પછી પહેલીજ વાર કોઈ માણસ દાખલ થયો. એજ આપણો ગુલાબસિંહ.

જો, એ બન્ને એકએકીની પાસે બેઠા છે અને વાતચીતના રસમાં એકતાન થઈ ગયા છે. એ લોકોને મળ્યાને, એકેકના શરીરે શરીરથી મળ્યાને, આજ ઘણાં વર્ષ વીતી ગયાં છે. પણ જો એ સિદ્ધ હોય તો એમનાં મનોમન વચ્ચે મહોટા પહાડ પર્વત ને સમુદ્ર આવી જાય તો પણ મળી શકે; અને એમનો આત્મા આત્માનું અંતર્ જાણી શકે, મોતથી પણ આવા સિદ્ધને જુદા કરી શકાતા નથી.

એમની વચ્ચે વાતચીત ચાલી રહી છે. એ એક બીજાને પોતાનો વૃત્તાંત કહી બતાવે છે અને ભૂતકાલની વાતનું સ્મરણ કરી કરીને તેને સજીવ કરી બતાવતા જાય છે; પણ એ જોવા જેવું છે કે આવી વાતચીતની અસર પ્રત્યેકના ઉપર જુદી જુદીજ થાય છે. ગુલાબસિંહનું નિરંતર શાન્ત અને ગંભીર જણાતું વદન આ વખતે જુદા જુદા મનોભાવને આધીન થઇ વિકૃતિ પામતું માલુમ પડે છે. એની સામે બેઠેલા સિધ્ધે પણ ગતકાલમાં કામકાજ તો ઘણાં કર્યાં છે, પરંતુ તેના શાન્ત વદન ઉપર માણસને જે સ્વાભાવિક હર્ષ વિષાદ થઈ આવે છે તેમાંનું કાંઈ જણાતું નથી. એને મને તો જેમ વર્તમાન છે તેમ ભૂત પણ કોઈ સિદ્ધ બ્રહ્મનિષ્ઠની નજરે માયાના પ્રપંચ જેવું, મુમુક્ષુને અધ્યાત્મજ્ઞાનના સાધન જેવું, કેવલ વિચાર કરી વિવેક ગ્રહણ કરવા યોગ્ય અને જ્ઞાન પામવાનું સ્થાન છે.

ભૂતકાલની વાત કરતાં તે ભવિષ્યની વાતનો વિચાર કરવા લાગ્યા, છેલ્લાં સો વર્ષ ઉપર જે ભવિષ્ય તેમણે જોયું હતું તે તે વખતે પ્રત્યક્ષ રૂપ દીઠું હતું અને વર્તમાન કાલનાં માણસનાં ભય અને આશામાંજ તે બંધાઈ રહેલું હતું. એ સો વર્ષની આખરે મનુપુત્રો પ્રાચીન જગત્‌ની મોતની પથારી આગળ ઉભેલા, રોતી આંખે ને ચીરાયલે હૃદયે જગત્‌ની રુધિરરક્ત આકૃતિ નિહાળી રહેલા માલુમ પડ્યા. પેલા વૃદ્ધ માણસની દૃષ્ટિમાં શો તિરસ્કાર અને અનાદર ભરાઈ આવ્યો છે ! ગુલાબસિંહના કાન્તિમાન્ મુખારવિંદ ઉપર શો