આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૮
ગુલાબસિંહ.

“પણ યાદ રાખજે મેં તો એક દિવસની મુદતજ આપી છે, માફી આપી નથી. તું મને જે સંતોષ કાલે આપશે તે પ્રમાણે એ બાઈને કાલને માટે જીવાડવી કે નહિ તેનો ફેંસલો થશે. મારે તને સ્પષ્ટ રીતે કહેવું જોઈએ માટે કહું છું, કે મુવા પછીથી તું પલિત થઈને મારી પૂઠે ન લાગે.”

“ફીકર નહિ; એજ મેં માગ્યું છે. એક દિવસ પછી શું થશે તેને ઈનસાફ અને અંત અલ્લાહના હાથમાં છે.”

પ્રકરણ ૧૩ મું..

બંદીખાનું.

ન્યાયાસન આગળ ઈન્સાફ થયા વિના જ જેના ઉપર ગરદન મારવાની સજાનો ઠરાવ થઈ ચૂકી હોય તેવાં વિના બીજા કોઈ માટે બંદીખાનાના દરવાજા ઉધડતા નહિ. મા એ બંદીખાનામાં જ હતી. ગુલાબસિંહથી વિખૂટી પડ્યા પછી એની બુદ્ધિ પણ બહેર મારી ગઈ હતી. તર્કવિલાસની સુંદર ભવ્યતા, ઉત્તમ પ્રતિભાના ફલરૂપ નહિ તો કુસુમરૂપ તે ચમત્કૃતિ; નવા નવા વિચારોની ધારા જેમાંથી મહાત્મા ગુલાબસિંહ પણ કાંઈક નવુંને નવુંજ અનુભવતો, તે બધું અત્યારે જતું રહ્યું હતું, નિર્મૂલ થઈ ગયું હતું; કળીઓ કરમાઈ હતી, ઝરો સૂકાઈ ગયો હતો. સ્ત્રીત્વ કરતાં અધિક એવા જે અવર્ણ્ય ભાવમાં તે વિચરતી ત્યાંથી અત્યારે તો તે બાલત્વ કરતાં પણ ન્યૂન એવા કોઈ ભાવમાં વિચરતી જણાતી હતી. હૃદયમાં ને રસ પૂરનાર ગયો, તેની સાથે રસ પણ ગયો પ્રતિભા પણ પાછળ રહી ગઈ.

ઘરમાંથી બહાર ખેંચી આણીને મને આ પ્રકારે કેદમાં શા માટે રાખી છે તેનું માને ભાન ન હતું. એની કાન્તિ, નિર્દોષ કાન્તિને જોઈ ને માયાલુ લોકો બંદીખાનામાં પણ, એની આસપાસ ભેગા થઈ, શોકાર્ત દૃષ્ટિથી એના સામું જોઈ રહેતા, આશ્વાસનાનાં વચનો ઉચ્ચારતા, તે સર્વનો અર્થ એના સમજવામાં હતો નહિ, છે ગુનેહગાર ઠેરે તે તો ખરાબજ હોય એમ માની જેમના ઉપર આજ પર્યંત પોતે તિરસ્કારની દૃષ્ટિ રાખતી તેને જોઈને આશ્ચર્ય લાગ્યું કે આવાં દયા અને પ્રેમાલ માણસ, —ભવ્ય અને વિશાલ ભાલવાળાં, શૌર્યયુક્ત પણ મૃદુ વદનવાળાં, માણસ —દેહાંતદંડની શિક્ષાને યોગ્ય ગુનેહગાર ઠરી