આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૩
અસમાન પ્રેમનું ઘરસૂત્ર

આ રહ્યો ! એ ભયાનક સ્થાનમાં પૂર્વે કદાપિ નહિ સંભળાવેલી એવી એક કારમી ચીસ પડી–આનંદ અને ઉન્માદની તીવ્ર ચીસ પાડી મા આગળ દોડી અને ગુલાબસિંહને પગે પડી, ગુલાબસિંહ નીચો નમી એને ઉઠાડવા લાગ્યો, પણ એના હાથમાંથી ખશી જવા લાગી; પ્રાચીન પ્રીતિના પ્રસંગોમાં પરિચિત થયેલાં અનેક લાડનામોથી એ એને બોલાવા લાગ્યો, રમાડવા લાગ્યો, પણ તેના ઉત્તરમાં ડુસકાં અને અશ્રુસિવાય તે કાંઈ દર્શાવી શકી નહિ. ગાંડી થઈ ગઈ હોય તેમ, અતિવેગથી, મા એના હાથ, એના વસ્ત્રના છેડા, તેમને ચુંબન દેવા લાગી, પણ શબ્દ તો જાણે તેના ગળામાંથી નિર્મૂલ થઈ ગયો હતો.

“ઉંચું જો, હું તને ઉગારવાને અત્ર આવ્યો છું; તારા મધુર વદનનું મને દર્શન નહિ કરાવે ? અરે ! બેદિલ ! હજી પણ મારાથી મોં છુપાવશે?”

“નાશી જા.” એણે છેવટ ભાગે તૂટે શબ્દે કહ્યું “હાય, હાય, મારા મનમાં પણ તારે માટે જો ખોટો વિચાર આવ્યો હોય, જો પેલા ભયંકર સ્વપ્ને મને ઠગી હોય, તો બેશ, મારી સાથે બેશ, અને આ બાલકને માટે શિવનું સ્મરણ કરી આશિર્વાદ યાચ.” એમ કહેતી એકદમ ઉભી થઈ ગઈ, અને બાલકને બે હાથે લેઇ, ઉચું કરી, બોલી “ હું મારી જાતને માટે નાઠી ન હતી, પણ—”

ગુલાબસિંહે કહ્યું “બસ, તારા ઘેરાઈ ગયેલા અને વ્યગ્ર હ્રદયમાં જે ભાવો ચાલી રહ્યા છે તેમને હું યથાર્થ રીતે સમજું છું, જો, તારો પુત્ર પણ એક દૃષ્ટિપાતથી જ તે સર્વનું કેવું ઉત્તર આપે છે?”

“અને ખરેખર એજ ક્ષણે એ વિલક્ષણ બાલકનું વદન પણ મૌન સતે અગાધ આનંદથી રક્ત થઈ રહ્યું હતું. જાણે એના જનકને તે ઓળખતું હોય એમ તે એને ગળે લટકી પડ્યું, બલે બલે ત્યાં ભરાયું, ત્યાં રહી માના ઉપર દષ્ટિ કરી હસવા લાગ્યું.

‘બાલકને માટે શિવનું સ્મરણ કર !’ ગુલાબસિંહે કહ્યું “તું જાણતી નથી કે મારા જેવી વાંછના રાખનાર આત્મા સર્વદા શિવમય જ રહે છે ? ” આટલું કહી એની પાસે બેશી એણે પોતાના ગુપ્ત, પવિત્ર, રહસ્યમય, જીવનની કેટલીક વાતો રમાને સમજાવવા માંડી. જે ભવ્ય અને અગાધ શ્રદ્ધામાંથી જ્ઞાન ઉપજે છે, જે શ્રદ્ધા સર્વત્ર પરમાત્માનેજ દેખી જે જે મર્ત્યભાવ ઉપર પણ દૃષ્ટિ કરે છે તેને અમર બનાવી લે છે, તે વિષે તેણે કહેવા માંડ્યું. જે ઉચ્ચ વાસના, ઉચ્ચાભિલાષા, જગતના પ્રપંચમાં અને રાજતંત્રની સિદ્ધિઓમાં,