આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
ક્ષત્રિયોની પડતી.

ચાલે છે. ગુલાબસિંહે અંબરમાં જે કાંઈ જોયું સાંભળ્યું તેથી કંટાળી ગયો; આર્યાવર્તનું ભાવિ બદલવાની જે સૂચના બદરીકાશ્રમ પાસેની ગુફામાંથી મળી હતી તે પાસે આવતી હોય એવી નાસ્તિકતા, અનાચાર, વર્ણસંકરપણું, એ આદિ, અનેક ચિન્હો એની નજરે પડવા લાગ્યાં. ક્ષત્રિયો પોતે જે દૂધ પીને મહોટા થયેલા તેનોજ તિરસ્કાર કરતા જણાયાથી ગુલાબસિંહને બહુ લાગી આવતું હતું. જે દેશના લોકો પોતાના પૂર્વજોને અને પોતાના ધર્મને ધિક્કારતા થયા તેનો ઉદય કેમ થઈ શકે ? મ્લેચ્છો આવશેજ એ વિચાર કરતાં ગુલાબસિંહને ભાવીના પરિવર્ત જોઇ, સ્વજાતિને ઉપયોગી થવાય તો થવાની બહુ ઉત્કટ ઈચ્છા હતી. પણ અત્યારે તો અંબરમાંથી નીકળી છૂટવાના વિચારથી જ એ ઝટ ચાલ્યો.

માનસિંહ તેની પાછળ દોડ્યો, અને કહેવા લાગ્યો “શું આપ ચાલ્યા ! આપે આ વૃદ્ધ માણસનો જીવ ઉગાર્યો તે માટે મારે આપનો ઉપકાર માનવો જોઈએ. એ ઉપકારનો બદલો હું ક્યારે વાળી શકવાનો છું ? કદાપિ પણ તમારે મારું માથું જોઇએ તો આપવા તૈયાર છું.” આ પ્રમાણે જેમ બને તેમ મધુર ભાષણ કર્યા પછી, જેવો પેલો પરદેશી બહારના ઓરડાના બારણા આગળ આવ્યો કે તુરત, માનસિંહે પૂછ્યું “મારે જલદી પાછા જવું છે, હું વધારે દિવસ ભાંગી શકું તેમ નથી. હું ધારું છું કે આ ખસેલા બેવકુફનું બધુંજ દ્રવ્ય પેલો હરામખોર સપાટી તો નહિ ગયો હોય ? કેમ તમે શું ધારો છો ?”

“મેહેરબાન માનસિંહજી સાહેબ ! સદ્‌ગુરુનો ઉપદેશ તો સચ્છીષ્યે ઠીક ગ્રહણ કર્યો છે !”

“વાહ રે ! તમે તો મહેણાં મારવા લાગ્યા ! ભલે કહો કહો. આપણે વળી મળીશું.”

“જરૂર !” પેલો પરદેશી પોતાની ભ્રૂકુટિમાં ક્રોધના વળ ચઢતાં ધીમેથી બોલ્યો. પોતાના ઓરડામાં જઇને તે દિવસ અને આખી રાત એણે એકાંતમાં બેશી કાંઈ મનન કરવામાં ગાળ્યાં. પણ એથી એના મનમાંનો ભય કે ખેદ ઓછો થયો નહિ.

માનસિંહને અને આ પરદેશીને શો સંબંધ હોઈ શકે કે તે ફરી મળનાર હોય ? અંબરની આનંદકારક હવા એને ભારે કેમ લાગવા માંડી ? ચોહાણની