આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
પ્રિયતમે બતાવેલું વૃક્ષ.

પોતાની બરાબરીનો હોવાથી જે સ્તુતિ એ કરતો તે બીજા તવંગર આશકોના અપમાન ભરેલા શબ્દો કરતાં વધારે આનંદકારક લાગતી તેથી, અથવા એ જાતે પણ તરંગી હોઈ રમાને રુચે તેવા વિચાર દર્શવતો તેથી, કે ગમે તે કારણથી, પણ એની નજરે એ માણસ ઠીક લાગ્યો હતો. એના ઉપર એની પ્રીતી થવા માંડી; પણ જેમ કોઈ બેહેન પોતાના ભાઈને ચહાય તેવીજ. આખરે એ બંને જણ વચ્ચે વાત ચિતનો પડદો તૂટ્યો અને નિ:શંક બોલચાલ શરૂ થઈ. મા !-એકલી પડેલી મા!-આ સંબંધમાં વધારે ભય ? કે તને અદ્યાપિ પ્રાપ્ત નથી થયું એવું જે પ્રેમ સ્વરૂપ તારા હૃદયમાં છે તેમાં?

આટલેથી આ ઉપોદ્‌ઘાત રૂપ સમારંભ બંધ થાય છે. વાચનાર ! તારે વધારે જાણવાની ઈચ્છા છે? એમ હોય તો તારી શ્રદ્ધા સબલ કરીને તત્પર થજે. મારે અથડાઈને આંધળી થઈ ગયેલી આંખોનો ખપ નથી, પણ જાગ્રત થયેલી બુદ્ધિની જરૂર છે.


પ્રથમ તરંગ સંપૂર્ણ.