આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
ગુલાબસિંહ.

છો તેમાં, યુક્તિથી કરી બતાવી શકાય તેવી માતબર બંદુક કરતાં પણ વિશેષ સામર્થ્ય હશે ! હાલના તમારા વૈદ્ય અને હકીમ નકામી ગણીને ફેંકી દે તેવી અમૂલ્ય વનસ્પતિ ભેગી કરવા માટે પૂર્વે ઋષિ મુનિઓ અત્રે આવતા ! કીમીયાના ચમત્કાર પણ એ ઓષધિને બલે થતા ને થાય છે. મને સ્મરણ છે કે અશોક રાજાના વખતમાં— *****

“પણ આ બધી વાતમાં શો સાર છે, કેવલ મારો ને તમારો બન્નેનો વખત ખરાબ થાય છે.” જરા વાર થોભી લાલા તરફ એકી નજરે જોઈ બોલ્યો “રે જવાન ! એમ ધારે છે કે ક્ષણમાં થઈ આવેલી જિજ્ઞાસામાત્રથીજ અતિશ્રમે પ્રાપ્ત કરેલું જ્ઞાન સાધ્ય થશે ? મારાથી તારું દિલ વર્તાય છે, તારે હું કોણ છું તે જાણવું છે; આ વનસ્પતિ સાથે તારે કાંઈ લેવા દેવા નથી ? પણ તું તારે રસ્તે જા, એ તારી ઈચ્છા કદી પણ પૂર્ણ થનાર નથી.”

“આ તરફના લોક જે વિવેક અને નરમાશ માટે પ્રસિદ્ધ છે તેમાંનુ તમારામાં તો કાંઈ જણાતું નથી. ધારો કે મને તમારી સાથે સ્નેહ કરવાની ઈચ્છા થઈ આવી, તો તમારે મારો તિરસ્કાર શા માટે કરવો જોઈએ?”

“હું કોઈનો પણ તિરસ્કાર કરતો નથી; જેને મારૂં ઓળખાણ કરવાની મરજી હોય તેને મારે સારી રીતે ઓળખવો જોઈએ, પણ મને ઓળખવાની તો તેણે આશા જ ન રાખવી. તમારે મારી સાથે સ્નેહ રાખવો હોય તો મારે ના નથી, પણ હું તમને પ્રથમથી જ કહું છું કે મારાથી દૂર રહેવામાં તમને વધારે લાભ છે.”

“તમે એટલા બધા ભયંકર હોવાનું કોઈ કારણ?”

“આ વિશ્વસંકલનામાં વારંવાર એમ બને છે કે માણસો પોતાની કૃતિ સિવાય પણ બીજાને ભયનું કારણ થઈ પડે છે. જ્યોતિષી લોક વ્યર્થ વાતો કરે છે તેમ હું તમારૂં ભવિષ્ય કહેવા ધારું તો કહી શકું કે મારો તમને ગ્રહ તમારા આયુષભુવન ઉપર કરડી દૃષ્ટિ રાખે છે. માટે તમારાથી બને તો મારા સંબંધથી દૂર રહો. આ હું તમને પ્રથમ કે આખર સર્વ વખતને માટે એક જ વાર સૂચના કરું છું.”

“તમે જ્યોતિષીની મશ્કરી કરતા હો એમ લાગે છે, પણ શબ્દો તો તેમના જેવા જ નિરર્થવત્ બોલો છો. હું નથી જુગાર રમતો કે નથી કોઈ