આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
બે પ્રતિસ્પર્ધીઓ.

“મને માફ કરજો સાહેબ ! પણ એ બધાની તમને કેમ ખબર પડી ?”

“આ જગત્‌નાં ક્ષણભંગુર મનુષ્યોને હું મારી વાતનો હીસાબ કરી બતાવતો નથી, તેમ તમે મારી સૂચના સમાણે વર્તશો કે નહિ તેની મને લેશ પણ દરકાર નથી.”

“ભલે, તમને મારે કાંઈ પૂછવું નહિ, એમ તમારી મરજી હોય તો તેમ; પણ હવે મારે શું કરવું તે તો કહો.”

“તમે મારી શીખામણ પ્રમાણે કરશો ?”

“શા માટે નહિ ?”

“કેમકે તમે શરીરે મજબુત અને હિંમતવાન છો, તમારા વિશે જરા વાતચિત લોકોમાં ચર્ચાઈ કીર્તિ થાય તેમાં રાજી છો; અને ઉપરાંત ઘણાં ઉત્સુક છો. ધારો કે હું તમને એમજ કહું કે દીલ્હીમાંથી એકદમ નાશી જાઓ, તો કોઈ શત્રુની બિહીકને લીધે. કાળજું કાપી લે એવી સુંદરી મૂકીને તમે જશો?”

પેલો જવાન યપુરવાસી આવેશમાં આવી બોલ્યો. “તમે ખરૂં કહો છો, નહિજ ! તમે પણ મારા આમ બોલવાથી મારો દોષ નહિજ કાઢો.”

“પણ એ સિવાય એક બીજો રસ્તો બતાવુ. તમે ર'માને ખરા દિલથી ને પ્રેમથી ચહાઓ છો ? એમ હોય તો એની સાથે લગ્ન કરીને તમારા ગામમાં લઈ જાઓ.”

“ના ના, એમ તો નહિઃ માનુ કુલ મારાથી નીચું છે, વળી એનો ધંધો–પણ ટુંકામાં હું એની કાન્તિ ઉપર ફીદા છું. પણ પરણી તો શકું નહિ.”

ગુલાબસિંહે ભ્રમર ચઢાવી કરડી આંખે કહ્યું “ત્યારે તો તમારો પ્રેમ તે સ્વાર્થી વિષયવાસનામાત્રજ જણાય છે ! એમ છે એટલે તમારા સુખનો રસ્તો બતાવવાની મારી મરજી થતી નથી. રે જવાન ! તું ધારે છે તે કરતાં વિધિનો ક્રમ વિશેષ સરલ છે. જગન્નિયતાનાં સાધનોની જાલ એવી વિકટ કે વિરલ નથી કે જેથી માણસનામાં પુરુષ પ્રયત્નનો અવકાશ જ ને રહે; આપણે સર્વ આપણો રસ્તો કરવાને સમર્થ છીએ; કેમકે પરમાત્માની યોજનામાં જે દિવ્ય પરિણામો ઉપજવાના છે, તે માટે આપણને ભાસતા વિરુદ્ધ વિરુદ્ધ