આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હાલાં વાલાં
હા… હાલાં !
ઓળોળોળો હાં … હાલાં !
ઓળોળોળો હાલ્ય હાલૂડી હાલ્ય !

એ ગુર્જર સૂરો તેની સામે મૂકો યુરોપી સૂરો :

Balow, la-low !
Lulla la lulla, lulia, lullaby !
Shu heen Sho, lulo lo !
O ho ro, i ri ri, csdul gu lo !

સર્વમાં એક જ લહેકો : એક જ પોઢણ-સ્વર : કેમ કે માતૃત્વ એક જ છે. જાતિના ભેદો એને કદી રૂંધી શકશે નહિ. બાળક સર્વત્ર એક જ અને ભેદરહિત છે. જગતની નિર્દોષમાં નિર્દોષ કૃતિ તે બાળક છે. જગતનું મહાપુણ્ય તે એનું લાલનપાલન છે. પારણું અને હાલરડું એ લાલનનાં નિર્દોષ સાધનો છે.

હાલરડાંનો પ્રથમ જન્મ

આપણે ત્યાં કૃષ્ણની બાળ-લીલા : અને યુરોપમાં ઈસુના શૈશવ-ખેલ : બન્નેમાંથી માતાઓએ વાત્સલ્યનાં પોષણ લીધાં. બન્ને દ્વારા બાળક પ્રભુના ભુવન સાથે જોડાયું. હિન્દુ માતાઓને કનૈયાનું બાલસ્વરૂપ જેટલું સ્પર્શી શક્યું છે તેટલાં એનાં અન્ય સ્વરૂપો નથી સ્પર્શ્યાં. કૃષ્ણ એટલે એક આદર્શ બાળક : દેવમંદિરમાં રોજ રોજ એના હીંડોળા હીંચોળાય છે. પારણાં ઝુલાવાય છે. વૈષ્ણવોને વહાલામાં વહાલી મૂર્તિ ઘૂંટણભર ચાલતા બટુકડા લાલજી મહારાજની છે. અને એ બાળગોપાળ એટલે ગરીબમાંયે ગરીબ માતાનો બેટડો : એની ક્રીડા, એની લીલા, એની માખણચોરી, દોણીફોડની મસ્તી, થેઈ થેઈ પગલીઓ, આકાશી તારાનાં રમકડાં ઉતારવાની માગણી ! એ બધા શિશુખેલ, રાયથી રંક સુધી સમસ્ત ઘરોનાં બચ્ચાંમાં સ્વયંસ્કુરિત હોય છે. માટે જ કૃષ્ણની બાળલીલાનાં ગાન તે તમામ બાળકોની બાળલીલાનાં ગાન છે. માટે જ આપણાં ઘણાંખરાં લોક-હાલરડાં કૃષ્ણને સંબોધી ગવાયાં છે.

જૈનોમાં પણ તીર્થંકરોની માતાના ગર્ભાધાન, ગર્ભિણી માતાનાં સોળ સ્વપ્નાં, બાલ તીર્થંકરનો જન્મોત્સવ, એનાં ગીતો વગેરે વધુ મહિમાવંત હોય છે. ત્રિશલ્યાના કુમાર મહાવીરનાં હાલરડાં હોંશે હોંશે ગવાય છે.

અને ઈસુ પણ જાણે બાળકોના જ ઉદ્ધાર માટે આવ્યો હતો. એ તારણહારને મોટી વયે પણ બચ્ચાંઓ જ વધુ વહાલાં હતાં. ‘સફર લીટલ ચીલ્ડ્રન ટુ કમ અન્ટુ મી’ (નાનાં બચ્ચાંને મારી નજીક આવવા દેજો !) એ એનું મહાકાવ્ય મનાયું છે. અને જેમ માઈકલ એંજેલો, રાફેલ ઈત્યાદિ કલાધરોએ કુમારી માતા મૅરીનાં ખોળામાં ખેલતા બાલ-ઈસુની કલ્પનાને ઉત્કૃષ્ટ રંગે રંગી ચિત્રપટ પર ઉતારી છે, તેમ ત્યાંના કવિઓએ પણ કરુણ સ્વરે એ બાલપ્રભુનાં હાલરડાં ગાયાં છે. જેમ એક કૃષ્ણનો અવતાર ટાળવા માટે મામા કંસે દેવકીજીનાં તમામ બચ્ચાં મારવાનો આદેશ દીધેલો, તેમ એક ઈસુનું અસ્તિત્વ રદ કરવા

માટે રાજા હેરોડે પ્રજામાં નવાં જન્મતાં એકોએક બાળકને હણવાની આજ્ઞા ફેરવેલી. પાપી

216
લોકગીત સંચય