આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેઓના દલાલો હોય છે તે જળોની માફક ગરીબોને વળગે છે ને તેઓનું લોહી ચૂસી લે છે. એ ધંધો જ એવા પ્રકારનો રહ્યો છે કે તેમાં માણસોને કંકાસનું ઉત્તેજન મળે જ. વકીલો એ નવરા માણસો છે. આળસુ માણસો એ એશાઅરામ ભોગવવાને ખાતર વકીલ બને છે. આ ખરી હકીકત છે. બીજી દલીલો અપાય તે બહાનાં છે. વકીલાત એ ભારે આબરૂદાર ધંધો છે એમ શોધી કાઢનારા વકીલ જ છે. કાયદા તેઓ ઘડે છે, તેનાં વખાણ પણ તેઓ જ કરે છે. માણસોની પાસેથી શું દામ લેવું એ પણ તેઓ જ મુકરર કરે છે ને માણસોની ઉપર દાબ બેસાડવા આડંબર એવો કરે છે કે જાણે તેઓ કોઈ આકાશમાંથી ઊતરી આવેલા દેવતાઈ પુરુષ ન હોય!

મજૂરના કરતાં તેઓ શા સારુ વધારે દહાડિયું માગે છે? તેઓની હાજતો મજૂર કરતાં વધારે શા સારુ છે? મજૂર કરતાં

૯૫