આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેઓએ દેશનું શું વધારે ભલું કર્યું છે? ભલું કરનારને કંઈ વધારે પૈસા લેવાનો હક છે ખરો? જો પૈસાની ખાતર તેમણે કર્યું તો પછી તે ભલું કેમ ગણાયું? આ તો તે ધંધાનો જે ગુણ છે એ તમને હું કહી ગયો, પણ તે તો અલગ વાત રહી છે.

વકીલોથી કેટલાક હિંદુ-મુસલમાન વચ્ચેનાં હુલ્લડ થયાં છે એ જેમણે અનુભવ લીધો છે તે જાણતા હશે. તેથી કેટલાંક કુટુંબો પાયમાલ થઈ ગયાં. તેઓનાથી ભાઈઓ વચ્ચે ઝેર દાખલ થયાં છે. કેટલાંક રજવાડાં વકીલોની જાળમાં ફસાઈ જઈ કરજદાર થઈ પડ્યાં છે. ઘણા ગરાસિયા તે વકીલોના કારસ્તાનથી લૂંટાઈ ગયા છે. આવા દાખલા ઘણા આપી શકાય છે.

પણ વધારેમાં વધારે નુકસાન તેઓને હાથે એ થયું છે કે અંગ્રેજી ધૂંસરી આપણા ગળામાં સજ્જડ પેસી ગઈ છે. તમે વિચારો. તમને લાગે છે કે અંગ્રેજી અદાલતો ન

૯૬