આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે વાત અલગ રાખીએ. હકીકત તો આટલી જ બતાવવાની છે કે અંગ્રેજોએ અદાલતોની મારફતે આપણી ઉપર દાબ બેસાડ્યો છે ને તે અદાલતો આપણે વકીલ ન થઈએ તો ચાલી જ ન શકે. અંગ્રેજો જડ્જ હોત, અંગ્રેજો જ વકીલ હોત, અંગ્રેજો જ સિપાઈ હોત તો અંગ્રેજો માત્ર અંગ્રેજો ઉપર જ રાજ્ય કરત. હિંદી જડજ અને હિંદી વકીલ વિના ન જ ચાલી શક્યું. વકીલો કેમ થયા, તેઓએ કેવી ધાલાવેલી કરેલી એ બધું તમે સમજી શકો તો મારા જેટલો જ તિરસ્કાર તમને એ ધંધા તરફ છૂટશે. અંગ્રેજી સતાની એક મુખ્ય ચાવી તેઓની અદાલત છે ને અદાલતની ચાવી વકીલો છે. જો વકીલો વકીલાત છોડી દે ને તે ધંધો વેશ્યાના જેવો નીચ ગણાય તો અંગ્રેજી રાજ્ય એક દિવસમાં પડી ભાંગે. વકીલોએ હિંદી પ્રજાની ઉપર આરોપ મુકાવ્યો છે કે આપણને કજિયા

૯૮