આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अधिपति :

હું જે વિચારો તમારી આગળ રજૂ કરું છું તે અત્યારે મારા પોતાના છે, પણ તે કંઈ મેં જ કરેલા છે એમ નથી. પશ્ચિમના સુધારકો પોતે મારા કરતાં વધારે સખત શબ્દોમાં લખી ગયા છે. તેઓએ વકીલ-દાક્તરોને બહુ વખોડ્યા છે. તેમાંના એક લેખકે એક ઝેરી ઝાડ બનાવ્યું છે. તેની ડાળ વકીલ-દાક્તર વગેરે નકામા ધંધાદારીઓની કરી છે અને તે ઝાડના થડની ઉપર નીતિધર્મ રૂપ કુહાડી ઉગામી છે. અનીતિને તે બધા ધંધાનું મૂળ રૂપ આપ્યું છે. એટલે તમે સમજશો કે હું તમારી આગળ મારા ખીસામાંથી કાઢેલા નવા વિચાર નથી મૂકતો, પણ બીજાનો તેમ જ મારો અનુભવ રજૂ કરું છું.

દાક્તરના વિશે જેમ તમને મોહ છે તેમ મને પણ હતો. એક વખત એવો હતો કે જ્યારે મેં પોતે દાક્તર થવાનો ઇરાદો

૧૦૧