આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાખેલો અને દાક્તર થઈ મારે કોમની સેવા કરવી એમ ધાર્યું હતું. હવે તે મોહ ગયો છે. આપણે ત્યાં વૈદ્યનો ધંધો સારા ધંધામાં ગણાયો નથી, એનું હવે મને ભાન આવ્યું છે ને હું તે વિચારની કિંમત પારખી શકું છું.

અંગ્રેજોએ દાક્તરી વિદ્યાથી પણ આપણી ઉપર કાબૂ બેસાડ્યો છે. દાક્તરોના દંભની પણ ખામી નથી. મોગલ બાદશાહને ભમાવનાર તે અંગ્રેજી તબીબ હતો. તેણે ઘરમાં કંઈ માંદગી મટાડી એટલે તેને શિરપાવ મળ્યો. અમીરની પાસે પહોંચી જનાર તે પણ દાક્તર છે.

દાક્તરે આપણને હલમાલાવી નાખ્યા છે. દાક્તરોના કરતાં ઊંટવૈદ્ય ભલા એમ કહેવાનું મન થઈ જાય છે. આપણે વિચારીએ.

દાક્તરોનું કામ શરીર સંભાળવાનું છે એમ

૧૦૨