આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિયમમાં હતા. સહુ જાણતું હતું કે એ ધંધા કંઈ ભારે ન હતા. વળી વકીલો, તબીબો વગેરે લોકોમાં લૂંટ નહીં ચલાવતા; એ તો લોકોના આશ્રિત હતા. લોકોના ઉપરી થઈ ન રહેતા. ઈન્સાફ તો ઠીક ઠીક થતો. અદાલતે ન જવું એ લોકોની નેમ હતી. તેઓને ભમાવવાને સ્વાર્થી માણસો ન હતા. આટલો સડો પણ માત્ર રાજારજવાડાની આસપાસમાં જ હતો. આમ (સામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ધણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું.

અને જ્યાં ચાંડાળ સુધારો નથી પહોંચ્યો ત્યાં તેવું હિંદુસ્તાન હજુયે છે. તેને તમારા નવા ઢોંગોની વાત કરશો તે હસી કાઢશે. તેની ઉપર અંગ્રેજ રાજ્ય કરતા નથી, તમે રાજ્ય કરવાના નથી.

જે લોકોને નામે આપણે વાત કરીએ છીએ તેને આપણે ઓળખતા નથી, તેઓ

૧૧૨