આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણને નથી ઓળખતા. તમને અને જેને દેશદાઝ છે તેમને મારી સલાહ છે કે તમારે મુલકમાં - જ્યાં રેલની રેલ નથી ફરી વળી તેવા ભાગમાં - છ મહિના ફરવું ને પછી દેશની દાઝ લાવવી; પછી સ્વરાજની વાત કરવી.

હવે તમે જોયું કે ખરો સુધારો હું કઈ વસ્તુને કહું છું. ઉપર મેં જે ચિતાર આપ્યો છે તેવું હિંદુસ્તાન જ્યાં હોય ત્યાં જે માણસ ફેરફાર કરશે તેને દુશ્મન જાણવો. તે નર પાપી છે.

वाचक :

તમે જે કહ્યું તેવું જ હિંદુસ્તાન હોય તો તો ઠીક, પણ જે દેશમાં હજારો બાળવિધવાઓ છે, જે દેશમાં બે વરસની બાળકીનાં લગ્ન થાય છે, જે દેશમાં બાર વર્ષે છોકરા-છોકરી ઘરસંસાર ચલાવે છે, જે દેશમાં સ્ત્રી એક કરતાં વધારે ભરથાર કરે છે, જે દેશમાં નિયોગનો ચાલ છે, જે દેશમાં ધર્મને

૧૧૩