આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अधिपति :

સુધારો તો મેં કહ્યો તેવો જ છે, પણ એમ જોવામાં આવે છે કે બધા સુધારાની ઉપર આફત આવ્યા જ કરે છે. જે સુધારો અચલિત છે તે છેવટે આફતને દૂર કરે છે. હિંદના બાળકમાં કચાશ હતી તેથી તે સુધારો ઘેરાયો, પણ ઘેરામાંથી છૂટવાની તેની તાકાત છે, એ તેનું ગૌરવ બતાવે છે.

વળી કંઈ આખું હિંદ તેમાં ઘેરાયેલું નથી. જેઓ પશ્ચિમની કેળવણી પામ્યાં છે ને તેના પાશમાં આવ્યાં છે તે જ ગુલામીમાં ઘેરાયાં છે. આપણે જગતને આપણા દમડીના માપથી પામીએ છીએ. જો અપણે કંગાલ દશા ભોગવીએ છીએ તેથી આખું હિંદુસ્તાન તેવું છે એમ માનીએ છીએ. હકીકતમાં તેવું કંઈ નથી. છતાં આપણી ગુલામી તે દેશની છે એમ માનવું એ વાસ્તવિક છે, પણ ઉપલી

૧૧૮