આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમણે અંગ્રેજી રાજ્યને વિશે જે લખાણો લખ્યાં છે તે આજે પણ વાંચવાલાયક છે. પ્રોફેસર ગોખલેએ પ્રજાને તૈયાર કરવા ખાતર પોતાનાં ૨૦ વરસ ભિખારી સ્થિતિમાં રહી આપ્યાં છે. હાલ પણ તેઓ સાહેબ ગરીબાઈથી રહે છે. કૉંગ્રેસ મારફતે સ્વરાજનું બીજ રોપનાર મરહૂમ જસ્ટિસ બદરુદ્દીન પણ હતા. આ પ્રમાણે બંગાળા, મદ્રાસ, પંજાબ વગેરેમાં કૉંગ્રેસના અને હિંદના હિતચિંતક હિંદી તેમ જ ગોરા થઇ ગયા છે એ યાદ રાખવાનું છે.

वाचकः

થોભો, થોભો. તમે બહુ આગળ ચાલી ગયા. મારો સવાલ કંઈ છે, ને તમે જવાબ કંઈ આપો છો. હું સ્વરાજની વાત કરું છું ને તમે તો પરરાજ્યની વાત કરો છો. મારે અંગ્રેજનું નામ ન ખપે, ને તમે અંગ્રેજોનાં નામ આપવા લાગ્યા. આ પ્રમાણે તો આપણું ગાડું પાટે ચડે