આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુધી મુલકમાં છે ત્યાં સુધી જપ નથી વળવાનો. 'પરાધીન સપને સુખ નાહીં.' એવું જોવામાં આવે છે. તેઓ છે તેથી આપણે દૂબળા થતા જઈએ છીએ. આપણું તેજ જતું રહ્યું છે ને આપણા લોકો ગાભરા જેવા દીસે છે. તેઓ આપણા દેશ ઉપર કાળરૂપ છે. તે કાળને આપણે ગમે તેવો પ્રયત્ન કરીને નસાડ્યે જ છૂટકો છે.

अधिपति :

તમે મારું કહેવું બધું તમારા આવેશમાં ભૂલી ગયા છો. અંગ્રેજોને લાવ્યા આપણે અને તેઓ રહે છે આપણે લીધે. આપણે તેમનો સુધારો ગ્રહણ કર્યો છે તેથી તે રહી શકે છે, એ કેમ ભૂલો છો ? તેઓની ઉપર તમે તિરસ્કાર કરો છો તે તેઓના સુધારા ઉપર કરવો ઘટે છે. છતાં હવે ધારો કે આપણે લડાઈ કરી તેમને કાઢીએ. તે કેમ થઈ શકશે ?

૧૨૨