આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને અંતે ફળ શું આવ્યું ? ઇટાલીમાં ઇટાલિયન રાજ્ય કરે છે તેથી ઇટાલીની પ્રજા સુખી છે એમ તમે માનતા હો, તો મારે તમને કહેવું જોઈએ કે તમે અંધારામાં ભમો છો. મૅઝિનીએ આબેહૂબ બતાવી આપ્યું છે કે ઇટાલી કંઈ છૂટ્યું નહીં. ઇટાલીનો એક અર્થ વિક્ટર ઇમૅન્યુઅલે કર્યો, ને મૅઝિનીએ બીજો કર્યો. ઇમૅન્યુઅલ, કાવૂર અને ગૅરિબાલ્ડીના મનથી ઇટાલી એટલે ઇમૅન્યુઅલ અથવા ઇટાલીનો રાજા અને તેના પાગિયા મૅઝિનીના વિચાર પ્રમાણે ઇટાલીના લોક-તેના ખેડૂતો એ જ ઇટાલી; ઇમૅન્યુઅલ વગેરે તેના નોકર, મૅઝિનીનું ઇટાલી હજી ગુલામ છે. બે રાજા વચ્ચે શેતરંજની બાજી હતી. ઇટાલીની પ્રજા તો માત્ર પાયદળ હતી, અને છે. ઇટાલીના મજૂરો હજુ દૂઃખી છે. ઇટાલીના મજૂરોની દાદ -નથી સંભળાતી, તેથી તે

૧૨૬