આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણો પાટો ઠેકાણાસર બેસે એમ છે જ નહીં.

મારું સ્વદેશાભિમાન મને એમ નથી શીખવતું કે, મારે દેશી રાજા નીચે તો રૈયત જેમ છૂંદાય તેમ છૂંદાવા દેવી. મારામાં બળ હશે તો હું તો દેશી રાજાના જુલમ સામે તેમ જ અંગ્રેજી જુલમ સામે ઝૂઝીશ.

સ્વદેશાભિમાન એટલે હું દેશનું હિત સમજું છું. જો કોઈ અંગ્રેજ કહેશે કે હિંદને છૂટું કરવું, જુલમની સામે થવું, ને લોકોની સેવા કરવી, તો તે અંગ્રેજને હું હિંદી તરીકે વધાવી લઈશ.

વળી ઇટાલીની જેમ હિંદને હથિયાર મળે ત્યારે હિંદ લડે, આ મહાભારત કામનો તમે વિચાર જ નથી કર્યો જણાતો. અંગ્રેજ દારૂગોળે પૂરા છે; તેથી કંઈ ડર નથી લાગતો, પણ એમ તો જણાય છે કે

૧૨૮