આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમનાં હથિયાર વતી તેમની સામે લડવું હશે તો હિંદને હથિયારબંધ કરવું જ જોઈશે. જો આ થઈ શકતું હોય તો તેને કેટલાં વરસો જોઈએ ? વળી હિંદીમાત્રને હથિયારબંધ કરવા તે તો હિંદુસ્તાનને યુરોપની જેમ બનાવવા જેવું છે. તેમ થાય તો યુરોપના જે બેહાલ છે તે હિંદના થાય. ટૂંકામાં, હિંદે યુરોપનો સુધારો ગ્રહણ કરવો. આમ જ થવાનું હોય તો સરસ વાત એ છે કે જેઓ તે સુધારામાં કુશળ છે તેને જ રહેવા દઈએ, તેઓની સાથે થોડુંઘણું લડી કંઈક હક લઈશું, નહીં લઈશું ને દિવસ ગુજારીશું.

પણ વાત એવી છે કે હિંદની પ્રજા કદી હથિયાર ધારણ નહીં કરે, ન કરે એ જ ઠીક છે.

वाचक :

તમે બહુ આગળ વધ્યા. બધાને હથિયારબંધ થવાની જરૂર હોય નહીં. આપણે

૧૨૯